મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકા સામે મોટી કાર્યવાહી કરી છે. ઈરાને મધ્ય પૂર્વમાં આવેલા સાત અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ હુમલાઓ મુખ્યત્વે બહેરીન, કુવૈત, કતાર અને યુએઈમાં આવેલા અમેરિકી લશ્કરી અને નૌકાદળના ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા.
આ હુમલાઓ બેલેસ્ટિક મિસાઈલોના માધ્યમથી
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરાને આ હુમલાઓ બેલેસ્ટિક મિસાઈલોના માધ્યમથી કર્યા છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘણા દેશોએ પોતપોતાની હવાઈ સુરક્ષા વ્યવસ્થાને સક્રિય કરી દીધી છે. હજી સુધી જાનહાનિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સૈન્ય સ્તરે ભારે હલચલ જોવા મળી રહી છે.
બહેરીન સરકાર
બહેરીન સરકારે શનિવારે જણાવ્યું હતું કે ટાપુ રાજ્યમાં આવેલા અમેરિકી નૌકાદળના યુએસ નેવીના 5મા ફ્લીટના હેડક્વાર્ટરને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, હુમલા બાદ થયેલા નુકસાન અથવા જાનહાનિ અંગે તાત્કાલિક કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી. સરકાર તરફથી માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓ શરૂ
આ સાથે જ ઈરાને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકી લશ્કરી થાણાઓ પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલાઓ શરૂ કર્યા હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો મુજબ, ઈરાને યુએઈમાં આવેલું મહત્વપૂર્ણ અલ ધફરા એર બેઝ, કુવૈતમાં અમેરિકી લશ્કરી થાણા, સાઉદી અરેબિયામાં યુએસ બેઝ તેમજ બહેરીનમાં આવેલા અમેરિકી બેઝને નિશાન બનાવીને હુમલા કર્યા છે. આ શ્રેણીબદ્ધ હુમલાઓથી સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે અને અમેરિકા તથા તેના સહયોગી દેશોએ ઉચ્ચ સ્તરની એલર્ટ સ્થિતિ જાહેર કરી છે.
ઈરાને પણ ખુલ્લેઆમ અમેરિકા સામે યુદ્ધની ઘોષણા
આ હુમલા પછી ઇઝરાયલ બાદ હવે ઈરાને પણ ખુલ્લેઆમ અમેરિકા સામે યુદ્ધની ઘોષણા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટના માત્ર ઈરાન અને અમેરિકા વચ્ચેનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વની સુરક્ષા અને વૈશ્વિક રાજકારણને અસર કરી શકે છે.
મોટા દેશો આ ઘટનાને ગંભીરતાથી
વિશ્વના મોટા દેશો આ ઘટનાને ગંભીરતાથી જોઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી શાંતિ જાળવવા માટે અપીલો કરવામાં આવી રહી છે. જો તણાવ આ રીતે વધતો રહ્યો તો તેનો પ્રભાવ તેલના ભાવ, વૈશ્વિક બજાર અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ પડી શકે છે. હાલ પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને આવનારા કલાકોમાં અમેરિકા તથા તેના સહયોગી દેશો તરફથી શું પ્રતિક્રિયા આવે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.
આ પણ વાંચો : Israel Iran conflict : ઈરાને ઉગ્ર જવાબ આપ્યો... ઈઝરાયલ પર 70 બેલિસ્ટિક મિસાઈલો, તેલ અવીવમાં વાગ્યા સાયરન