ઇઝરાયલી સેનાએ ગાઝા પર કરેલ આ હુમલા એ હદના વિનાશક હતા કે એક રિપોર્ટ મુજબ ઇઝરાયલી સેના તરફથી કરવામાં આવેલ આ હુમલામાં 12 બાળકો સહિત ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા હોવાનો હાલ અંદાઝ લગવવામાં આવી રહ્યો છે.
ઇઝરાયલી સેનાએ ગાઝામાં વીનાશ વેર્યો
ઇઝરાયલી સેનાએ તેના દુશ્મન શહેર પર તેમની લશ્કરી કાર્યવાહી વધારે વિનાશક કરી છે. ઇઝરાયલી સેના તરફથી લેવામાં આવેલ આ પગલાં બાદ બંધકોની મુક્તિ, માનવતાવાદી કટોકટી અને રાજકીય કાર્યવાહી વધારે સંકટમાં આવી ગઈ છે. આ વખતે ઇઝરાયલી સેનાએ કરેલ હુમલો એ હદનો વિનાશક હતો કે આ સમાચાર મળતાની સાથે માનવાધિકાર સંગઠનોએ તાત્કાલિક યુદ્ધવિરામ કરવાની ઇઝરાયલી સેનાને અપીલ કરી છે.
ક્યાં ફેંકવામાં આવ્યા બોમ્બ?
મળતી માહિતી મુજબ ઇઝરાયલી સેનાએ ગાઝા પર કરેલ વિનાશક બોમ્બ મારામાં તેમણે શેખ રદ્વાન વિસ્તારમાં એક ઘર પર હુમલો કર્યો હતો, આ હુમલામાં એક જ પરિવારના 10 લોકો મૃત્યુ પામ્યા હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ઇઝરાયલી સેના તરફથી ત્યાંની ઘણી ઊંચી ઇમારતો પર પણ હુમલો કરવામાં આવ્યો, કેમકે ઇઝરાયલી સેનાનું માનવું છે કે આ ઈમારતોમાં હમાસની દેખરેખ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી.
શું છે ઇઝરાયલી સેનાની રણનીતિ?
રાજકીય નિષ્ણાતોના મત મુજબ ઇઝરાયલી સેના તરફથી ગાઝા શહેરમાં રહેતા લોકોને તાત્કાલિક શહેર છોડી દેવા અંગે સૂચના આપવામાં આવી છે. ઇઝરાયલી સેના તરફથી સેનાના પ્રવક્તા અવિચાઈ આદ્રાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ લોકો ગાઝા શહેર છોડીને ગયા છે. ઇઝરાયલી સેનાનું માનવું છે કે ગાઝામાં હજુ પણ 48 ઇઝરાયલી બંધકો છે, જેમાંથી લગભગ 20 જીવિત હોવાની શક્યતા છે.