જૂનાગઢ શહેરમાં એક કરુણ ઘટના બની છે. જ્યાં એક યુવકે વિલિંગ્ડન ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. યુવકનો મૃતદેહ ડેમમાંથી મળી આવતા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કલાકોની જહેમત બાદ યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢ્યો હતો.
વિલિંગ્ડન ડેમમાં ઝંપલાવી યુવકનો આપઘાત
ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે મૃતકની ઓળખ અને તેના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકે કયા કારણોસર આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું તે જાણી શકાયું નથી.













