ઇઝરાયલ અને ગાઝા બંને દેશના લોકો માટે શાંતિ શબ્દ પાછલા ઘણા વર્ષોથી સાવ નેસ્ત નાબૂદ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજારો નિર્દોષ લોકોના જીવ હોમાઈ રહ્યા છે.
ઇઝરાયલી સૈનિકોએ પીછેહઠ કરી
મળતી માહિતી મુજબ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધમાં હવે આજે બપોરથી શાંતિ કરાર પર સહમતી થઈ હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગાઝા માંથી ઇઝરાયલી સૈનિકોએ પીછેહઠ કરી છે. પરંતુ આ બાબતે પણ પેલેસ્ટિનિય લોકો તરફથી મિશ્ર નિવેદનો સામે આવી રહ્યા છે. ગાઝાના સ્થાનિકોનું માનવું છે કે આ ઇઝરાયલ સરકારની એક ચાલ હોય શકે છે. ત્યાંના સથાનીકોનું માનવું છે કે ઇઝરાયલ સરકાર તેમને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન મહી મૂકે.













