ઇઝરાયલના રક્ષા મંત્રીએ દાવો કર્યો છે કે, તેઓએ સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાનીને ઠાર કર્યા છે.

ઇરાન-ઇઝરાયલ આમને-સામને

ઇરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઇની હત્યા બાદ ઇઝરાયલે ઇરાનના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ અલી લારિજાની પર હુમલો કર્યો છે. ઇઝરાયલના રક્ષા મંત્રીએ દાવો કર્યો છે કે, અલી લારિજાનીનુ મોત થયુ છે. રક્ષા મંત્રી ઇસરાઇલ કાટ્ઝે અલી લારિજાનીના મોતનો દાવો કર્યો છે. પરંતુ આ તરફ, ઇરાને ઇઝરાયલના તમામ દાવાઓ ફગાવ્યા છે. અલી લારિજાનીના ઓફિસમાંથી સંદેશો મોકલવામાં આવશે તે અંગે જાહેરાત કરાઇ છે. પરંતુ આ તરફ, ઇઝરાયલે જણાવ્યુ છે કે, તેણે અલી લારિજાની પર રાત્રે જ હુમલો કર્યો હતો.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સનો દાવો

આ હુમલો ગુપ્તચર વિભાગની રિપોર્ટના આધારે કરવામાં આવ્યો છે. આ હુમલામાં અલી લારિજાનીનું મોત થયુ છે કે નહી તે સ્પષ્ટ થયુ નથી. અલી ખામેનેઇ બાદ અલી લારિજાની ઇરાનની સેના સાથે સંકલન કરતા હતા. પરંતુ ઇઝરાયલે યુદ્ધના ત્રીજા અઠવાડિયામાં જ અલી લારિજાની પર નિશાન સાધ્યુ હતુ. અને તેમના સ્થળો ધ્વસ્ત કર્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, તેઓએ બાસિઝ ફોર્સના પ્રમુખ ગુલામ રઝા સુલેમાનીને ઠાર માર્યા છે. બાસિઝ ઇરાનની સૌથી મોટું અર્ધ-સરકારી સંગઠન છે.

ઇરાન-ઇઝરાયલ યુદ્ધમાં અલી લારિજાનીની ભૂમિકા

અલી લારિજાનીને ઇરાનનો માસ્ટર માઇન્ડ કહેવામાં આવે છે. મિડિલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં તેમને ઇરાનના જાહેર ન કરાયેલા નેતા માનવામાં આવી રહ્યા છે. ફેબ્રુઆરીના અંતમાં સુપ્રીમ નેતા અલી ખામેનેઇના મોત બાદ અલી લારિજાની શક્તિશાળી નેતા હતા. તેઓ સુરક્ષા પરિષદ અને યુદ્ધ ઓપરેશનનું નેતૃત્ત્વ કરી રહ્યા હતા. જો અલી લારિજાનીના મોતની સ્પષ્ટતા થઇ જાય છે તો ઇરાન માટે અલી ખામેનેઇ બાદ ફરી બીજો મોટો ઝટકો રહેશે. ઇરાનના નેતૃત્ત્વ શૂન્યમાં જઇ શકે છે.

અલી લારિજાની પર હુમલો કર્યાનો ઇઝરાયલનો દાવો

ઇરાનના સુરક્ષા પરિષદના સચિવ અલી લારિજાની પર હુમલો કર્યા હોવાની માહિતી સામે આવે છે. ઇઝરાયલે હુમલો કર્યાનો દાવો કર્યો છે. આ હુમલામાં અલી લારિજાની ઘાયલ થયા છે કે તેમનું મોત થયુ છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મધ્ય રાત્રીએ તહેરાનના સેફ હાઉસ પર હુમલો કર્યાનો IDFએ દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ બાળક દત્તક લેનાર મહિલાને પણ મળશે મેટરનિટી લીવ, સુપ્રીમ કોર્ટનો ચુદાકો