અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ભારતને ટેરિફ મુદ્દે ધમકાવતા રહ્યાં છે. ટ્રમ્પ ભારત પર દબાણ બનાવવા માંગે છે, પરંતુ મોદી સરકાર એને ખુલ્લેઆમ ટક્કર આપી રહી છે. સરકારનું કહેવું છે કે તેના માટે રાષ્ટ્રહિત પ્રથમ છે. તે કોઈપણ નિર્ણય દેશના હિતને ધ્યાનમાં રાખીને જ લેશે. ટ્રમ્પને સંદેશ ફક્ત બયાનોથી જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જેને કારણે તેને સીધો સંકેત મળે છે કે ભારત ઝૂકવાનું નથી. ભારત એવા એવા પગલાં લઈ રહ્યું છે, જે અમેરિકાને બિલકુલ પણ ગમતા નથી. એવું કહેવાય કે ભારત ટ્રમ્પને ઉશ્કેરી રહ્યું છે


ભારત-રશિયા મિત્રતા 

હકીકતમાં, ભારત રશિયા સાથે પોતાની દોસ્તીને વધુ મજબૂત કરી રહ્યું છે અને ચીન સાથે પણ સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે – જેણે ટ્રમ્પની ચિંતા વધારી છે. ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત રશિયાથી દૂર રહે, પરંતુ તેનાથી વિપરીત ભારત મોસ્કો તરફ વધુ આગળ વધી રહ્યું છે.

 હવે વિદેશ મંત્રી એસ. જયશંકર રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે

આ ક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પછી હવે વિદેશ મંત્રી એસ. જયશંકર રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે.  અહેવાલ મુજબ હવે 21 ઓગસ્ટે જયશંકર રશિયાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત પછી  રશિયાના રાષ્ટ્રપતિ પુટિન ભારત આવશે.

પુટિનનો ભારત પ્રવાસ સપ્ટેમ્બર મહિનામાં

પુટિનનો ભારત પ્રવાસ સપ્ટેમ્બર મહિનામાં યોજાવાનો છે. ડોભાલની રશિયા યાત્રા દરમિયાન આ વાત બહાર આવી હતી. નેતાઓની આવન-જાવન ઉપરાંત ભારતે રશિયાથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. આ વાત ટ્રમ્પને  નાપસંદ છે અને તે જ કારણે તે ભારત પર ટેરિફ વધારતા જઈ રહ્યા છે. આ સમગ્ર મામલે રશિયાએ પણ ભારતને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે ભારત પોતાનું હિત જોઈને નિર્ણય લે તે તેનો અધિકાર છે.

ચીન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ

રશિયા સાથે મિત્રતા મજબૂત કરીને ભારત ટ્રમ્પને મેસેજ આપી રહ્યું છે અને ચીન સાથે પણ પોતાના સંબંધો સુધારી રહ્યું છે. ખાસ વાત એ છે કે ચીન પણ ખુલ્લેઆમ સાથ આપી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી 18 ઓગસ્ટે નવી દિલ્હી આવી શકે છે, જ્યાં તેમની મુલાકાત એનએસએ અજીત ડોભાલ સાથે થઈ શકે છે. ઓપરેશન સિંદૂર પછી ચીનના કોઈ નેતા ભારત આવી રહ્યા છે – એ પોતે ખૂબ મહત્વપૂર્ણ છે. વાંગ યીનો પ્રવાસ ચીનમાં 31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરે યોજાનારી SCO સમિટ પહેલા થઈ રહ્યો છે. આ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. પીએમ મોદી 7 વર્ષ પછી ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. છેલ્લે તેઓ 2018માં ગયા હતા – ત્યારે પણ SCO સમિટ માટે ગયા હતા. તે પહેલાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એનએસએ ડોભાલ અને વિદેશ મંત્રી જયશંકર પણ ચીન જઈ ચૂક્યા છે. રાજનાથ સિંહ જૂનના અંતમાં, જયશંકર જુલાઈમાં અને ડોભાલ જૂનના શરૂઆતમાં ગયા હતા.

ટ્રમ્પ કેમ છંછેડાયા છે ?

1. ટેરિફ પર ઝુકતું નથી:

ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત ટેરિફ મામલે ઝૂકી જાય, રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે અને પોતાના ડેરી તથા ફાર્મ સેક્ટર અમેરિકન કંપનીઓ માટે ખોલી દે. પણ ભારત આ મુદ્દે દ્રઢપણે ઊભું છે. ટ્રમ્પે પહેલા 25% ટેરિફ લગાવ્યો હતો, હવે તેને 50% સુધી વધારી દીધો છે.

2. સીજફાયરનું શ્રેય નથી આપતું:

ટ્રમ્પ ઘણા વખતથી દાવો કરે છે કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપિત કરાવી, નહિતર લડાઈ ન્યૂક્લિયર સુધી પહોંચી જાત. પાકિસ્તાન તેમને શ્રેય આપી ચૂક્યું છે, પણ ભારતે આજ સુધી તેમને કોઇ શ્રેય આપ્યું નથી – આ વાત ટ્રમ્પને પરેશાન કરે છે.

3. નોબેલ માટે નોર્મિનેટ નથી કરતું

ટ્રમ્પ ઈચ્છે છે કે તેમને શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળે. તેઓ ઇઝરાઇલ-ઇરાન, અઝરબૈજાન-આર્મેનિયા અને ભારત-પાકિસ્તાન જેવા મુદ્દાઓ પર પોતાને શાંતિદૂત માને છે. પાકિસ્તાન અને બીજા કેટલાક દેશોએ તેમને નોર્મિનેટ પણ કર્યું છે, પણ ભારત તરફથી તેમને કોઈ માન્યતા  મળી નથી.

મોદી સરકાર ભારતના રાષ્ટ્રીય હિત સામે કોઈ પણ પ્રકારનું સમર્પણ ન કરતી નથી

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર દબાણ બનાવવા ઈચ્છે છે, પણ મોદી સરકાર ભારતના રાષ્ટ્રીય હિત સામે કોઈ પણ પ્રકારનું સમર્પણ ન કરતી નથી. રશિયા અને ચીન સાથે ગાઢ સંબંધો અને અમેરિકાના દબાણને અવગણવાનું વલણ એ સાબિત કરે છે કે આજે ભારત આત્મનિર્ભર છે અને પોતાની નીતિગત સ્વતંત્રતાને લઈ કોઈ પણ દેશ સામે નમતું નથી.

  • Follow us on: