જાપાનમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી રીંછના વધતા જતા હુમલાઓથી નાગરિકો ભારે પરેશાન છે. આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સનાઓ તાકાચી સરકારે એક મોટો અને અનોખો નિર્ણય લીધો છે. જાપાન સરકારે રીંછના હુમલાઓથી લોકોને બચાવવા અને તેના પર યોગ્ય નિયંત્રણ લાવવા માટે એક અલગ 'રીંછ મંત્રાલય' (બિયર મંત્રાલય) ની રચના કરી છે. આ નવા મંત્રાલયના વડા તરીકે કેબિનેટ દરજ્જાના મંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં રીંછ નિયંત્રણ માટેનો એક મજબૂત રોડમેપ તૈયાર કરશે.
રીંછના કારણે સર્જાઇ અશાંતિ
મીડિયો રિપોર્ટના અહેવાલ મુજબ, જાપાનમાં રીંછના કારણે સર્જાયેલી અશાંતિને કારણે નાગરિકો સતત ફરિયાદો કરી રહ્યા હતા. આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુરુવારે યોજાયેલા કેબિનેટ ફેરબદલ દરમિયાન આ વિશેષ વિભાગ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા શાસક પક્ષના સાંસદ હિરોયોશી સાસાગાવાને રીંછ નિયંત્રણ વિભાગના નવા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પાસે પર્યાવરણ મંત્રાલયની જવાબદારીની સાથે કટોકટી પરમાણુ વિભાગની દેખરેખ રાખવાની પણ જવાબદારી છે.
50,000થી વધુ રીંછ જોવા મળ્યા
જાપાનમાં આ સમસ્યા શા માટે વધી રહી છે તે અંગેના આંકડા પણ ચોંકાવનારા છે. આ વર્ષે અત્યાર સુધીમાં જાપાનમાં ૫૦,૦૦૦ થી વધુ રીંછ જોવા મળ્યા છે. આ રીંછના હુમલામાં અંદાજે ૨૫૦ જેટલા જાપાની નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે ૧૩ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. વર્ષ ૨૦૨૫ માં પણ આવા જ હુમલાઓમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બે કારણો મુખ્યત્વે જવાબદાર
સરકારના મતે આ સમસ્યા વધવા પાછળ મુખ્યત્વે બે મોટા કારણો જવાબદાર છે. પ્રથમ, દેશના વૃદ્ધ ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, જેના કારણે ખાલી પડેલી ખેતીની જમીનોને રીંછોએ પોતાનું નવું નિવાસસ્થાન બનાવી લીધું છે. કૃષિ મંત્રાલયના ડેટા મુજબ, વર્ષ ૨૦૦૫ માં જ્યાં ૨.૨૪ મિલિયન લોકો ખેતી કરતા હતા, તે ઘટીને ૨૦૨૦ માં માત્ર ૧.૩ મિલિયન રહી ગયા છે. બીજું, જાપાનમાં શિકારીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. વર્ષ ૧૯૭૫ માં દેશમાં ૫૦૦,૦૦ સુધીના લાયસન્સ પ્રાપ્ત શિકારીઓ હતા, જે ઘટીને ૨૦૨૦ માં માત્ર ૨,૧૮,૦૦૦ આસપાસ રહી ગયા છે.
આ પણ વાંચોઃ EPFO New Rule: જો તમારો પગાર 25,000 છે તો કેટલું પેન્શન મળશે? આ રહ્યુ આખું ગણિત