ચીન પાસે સૌથી વધુ સૈનિકો, 600 જેલા પરમાણુ હથિયાર હોવા છતા પણ જાપાન ચીન પર ભારે પડી શકે છે.

સાને તકાઇચીને સંભાળી સત્તા

ચીને સાને તકાઇચીનું માથું કાપવાની વાત કરી છે. તો જાપાને તાઇવાનનો ખુલીને સાથ આપ્યો છે. આ ઘટનાક્રમ બાદ બીજિંગ અલર્ટ મોડમાં છે. ચીને પોતાના નાગરિકોને જાપાન ન જવા માટે સલાહ આપી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો જાપાન અને ચીન વચ્ચે સ્થિતિ આવી જ ઉગ્ર રહેશે તો આગામી સમયમાં યુદ્ધ માટે પણ એલાન કરી શકે છે.

વધુ મજબૂત સ્થિતિ કોની ?

ચીન જાપાનની તુલનામાં સૌથી વધુ મજબૂત સ્થિતિમાં છે. ચીન પાસે 20 લાખ સૈનિકો છે. જે જાપાનની તુલનામાં 10 ગણું વધારે છે. આવી જ રીતે બીજિંગ પાસે 600 પરમાણુ હથિયાર પણ છે. તેમ છતા જાપાનને હરાવવું એ ચીન માટે સરળ નથી.

1. જાપાન યુદ્ધ લડવામાં માહિર છે. દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયે જાપાનને માત્ર અમેરિકા જ માત આપતું હતુ. નહી તો કેટલાક દેશોએ તો તેની સામે હાર માની લીધી હતી. જાપાને ચીનને પણ હાર આપી હતી. જાપાન હજુપણ સમુદ્ર યુદ્ધ લડવા માટે આગળ છે. તેમની પાસે દુનિયાની સૌથી શ્રેષ્ઠ એન્ટી સબમરીન નેવી છે.

2. ટેક્નોલોજીના સ્તરે જાપાન ઘણુ આગળ છે. તેની રડાર સિસ્ટમ ઉત્તમ છે. જાપાને પહેલાથી જ પોતાની પાસે દુનિયાની સૌથી સારી Patriot PAC-3 MSE સિસ્ટમ સેટ કરી રાખી છે. આ ઉપરાંત અમેરિકા અને જાપાન વચ્ચે કરાર થયા છે. જેમાં યુદ્ધની સ્થિતિમાં અમેરિકા રડાર સેવા ટોક્યોને આપશે.

3. ભૌગોલિક સ્થિતિના કારણે પણ જાપાન સૌથી મજબૂત છે. જાપાન પાસે East China Sea, Miyako Strait, Tsushima Strait, Okinawa island chain, Ryukyu islandsનું મજબૂત પીઠબળ છે. ચીનને અહીંથી એન્ટ્રી કરવું ઘણુ મુશ્કેલ છે.

4. અમેરિકા અને જાપાન વચ્ચે એક સંરક્ષણ કરાર છે. હકીકતમાં, બીજા વિશ્વયુદ્ધ પછી, જ્યારે અમેરિકાએ જાપાન પર અણુબોમ્બ ફેંક્યા, ત્યારે જાપાને સૈન્ય જાળવવાનો ઇનકાર કર્યો હતો. બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો કે અમેરિકા જાપાનને બાહ્ય હુમલાથી બચાવશે. આ કરાર યુદ્ધની સ્થિતિમાં અમેરિકાને સહાય પૂરી પાડશે. ચીન અમેરિકા સાથે યુદ્ધ લડવા માંગશે નહીં.

5. તાઇવાન, ફિલિપાઇન્સ અને જાપાન એશિયામાં ચીનના ત્રણ મુખ્ય દુશ્મનો છે. દક્ષિણ કોરિયા સાથેના સંબંધો પણ તણાવપૂર્ણ છે. યુદ્ધની સ્થિતિમાં, આ બધા દેશો જાપાનનો પક્ષ લઈ શકે છે, જેના કારણે ચીન મોટા યુદ્ધમાં ફસાઈ શકે છે.

  • Follow us on: