જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચીએ મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આગામી વર્ષના નોબલ શાંતિ એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે. તેમને આ જાણકારી ટ્રમ્પને ટોક્યોમાં યોજાયેલી દ્વીપક્ષીય બેઠક દરમિયાન આપી છે. જ્યાં બંને નેતાઓએ અમેરિકા-જાપાન ગઠબંધનને 'Golden Age' જાહેર કરવાના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા.
બંને દેશોએ નવા સહયોગની જાહેરાત કરી
વ્હાઈટ હાઉસના એક અધિકારીના જણાવ્યા મુજબ તાકાઈચીએ ટ્રમ્પને ખાનગી રીતે જાણકારી આપી કે તેમને નોબલ શાંતિ એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે અને ઔપચારિક કાગળ પણ સોંપી દીધા છે. આ પગલું ટ્રમ્પ માટે એક મોટી રાજકીય અને વ્યક્તિગત સિદ્ધિ માનવામાં આવી રહી છે. ટ્રમ્પ અને તાકાઈચીની આ બેઠકમાં બંને દેશોએ નવા સહયોગની જાહેરાત કરી છે. સાથે જ જુલાઈમાં થયેલી ટ્રેડ ડીલની પુષ્ટી કરી છે. જેની હેઠળ જાપાની વસ્તુઓ પર અમેરિકી ટેરિફ 15 ટકા કરી દીધો છે. સાથે જ રેયર-અર્થ અને ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત કરવાનો સંકલ્પ લીધો છે.
ગાઝા યુદ્ધવિરામ માટે કર્યા વખાણ
જાપાનના વડાપ્રધાને પોતાના સાર્વજનિક સંબોધનમાં ટ્રમ્પની ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી છે. તેમને કહ્યું કે ખુબ જ ઓછા સમયમાં દુનિયાએ જમીન પર શાંતિ જોઈ છે. હું તમારા શાંતિ અને સ્થિરતા પ્રત્યેના સમર્પણને વધારે મહત્વ આપું છું. વધુમાં જાપાનના વડાપ્રધાને જાહેરાત કરી કે અમેરિકાની 250મી વર્ષગાંઠ પર જાપાન તરફથી 250 ચેરી બ્લોસમના ઝાડ અને 4 જુલાઈએ આતશબાજી સમારોહની ભેટ આપવામાં આવશે. ટ્રમ્પે જાપાનના વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે દિવંગત પૂર્વ વડાપ્રધાન શિન્જો આબેએ તાકાઈચીને હંમેશા પોતાના સૌથી વિશ્વસનીય સહયોગી ગણાવ્યા હતા.
કેટલા દેશોએ ટ્રમ્પને કર્યા નોમિનેટ?
તમને જણાવી દઈએ કે ટ્રમ્પને નોબલ શાંતિ એવોર્ડ માટે નોમિનેટ કરવાની આ પ્રથમ પહલ નથી. આ પહેલા કંબોડિયા, પાકિસ્તાન, આર્મિનિયા અને અઝરબેજાન, ઈઝરાયેલ, રવાન્ડા અને આફ્રિકી દેશોના નેતાઓએ પણ યુદ્ધવિરામ કરાવવામાં ટ્રમ્પની ભૂમિકાનું સમર્થન કર્યું છે અને તેમને એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે.