ડોનાલ્ડ ટ્રમ્પ અને સાને તકાઇચીને ટ્રેડ ડીલ અને સુરક્ષા બાબતે ચર્ચાઓ કરી હતી.
ટ્રમ્પનું ઉષ્માભર્યુ સ્વાગત
જાપાનના નવા પીએમ સાને તકાઇચી એ જાહેરાત કરી હતી કે, તેઓ Americaને 250 ચેરીના વૃક્ષો આપશે. જાપાન અમેરિકાને તેમની 250મી વર્ષગાંઠ નિમિત્તે 250 ચેરી બ્લોસ્મના વૃક્ષ ભેટમાં આપશે. તો આ સાથે સાને તકાઇચીએ જાહેરાત કરી હતી કે, જાપાન અમેરિકાને અકિતા પ્રીફેક્ચરથી આતિશબાજી પણ મોકલશે. જે અમેરિકાની 250મી વર્ષગાંઠમાં ઉપયોગ કરવામાં આવશે.
મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા
આ મુલાકાત ટોક્યોના ભવ્ય અકાસાકા પેલેસમાં થઇ હતી. તકાઇચી, જે હાલમાં જાપાનની પ્રથમ મહિલા પીએમ બન્યા છે. તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યુ હતુ. તો આ તરફ, ટ્રમ્પે અમેરિકાને સૌથી મજબૂત સહયોગી કહીના જાપાનને તમામ શક્ય મદદ કરવા માટેનું વચન આપ્યુ છે. બન્ને નેતાઓએ ટ્રેડ અને સુરક્ષા મામલે લાંબી ચર્ચા કરી હતી. અમેરિકા અને જાપાને એક મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ ફૂલ સુંદરતાનું પ્રતિક
જાપાનના ચેરી બ્લોસ્મ વૃક્ષ માત્ર વૃક્ષ જ નથી પણ તેમની સંસ્કૃતિ અને આત્મા છે. દરેક વસંતમાં ખીલનાર આ ફૂલ સુંદરતાનું પ્રતિક છે. જાપાને પ્રથમવખત 1912માં વોશિંગટનને 3 હજાર ચેરી વૃક્ષો ભેટમાં આપ્યા હતા. ટાઇડલ બેસિનના કિનારા દરવર્ષે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગયા વર્ષે પીએમ ફુમિયો કિશિદાએ અમેરિકાને 250 ચેરી વૃક્ષો ભેટમાં આપ્યા હતા. આ વૃક્ષો ક્ષતિગ્રસ્ત ઝાડના સ્થાને લગાવવામાં આવશે.













