જાપાનમાં વધુ એક વખત ધરતી ધ્રૂજી છે. જાપાનના દક્ષિણ ઇબારાકી પ્રીફેક્ચરમાં સપાટીથી 70 કિલોમીટરની ઊંડાઈએ 5.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઇબારાકી હતું, પરંતુ તેની ગંભીર અસરો રાજધાની ટોક્યો સહિત ચિબા અને સૈતામા વિસ્તારોમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
https://twitter.com/surajit_ghosh2/status/2091254460966408589
જાપાનમાં અનુભવાયો 5.9ની તીવ્રતાનો ભૂકંપ
ભૂકંપના કારણે જાપાનના મુખ્ય શહેરોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. ટોક્યોના પૂર્વીય વોર્ડ કોટોમાં ભૂગર્ભ પાણીની મુખ્ય પાઇપલાઇન ફાટી જવાથી હજારો લિટર પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત, ટેપકો પાવર ગ્રીડના અહેવાલ મુજબ ટોક્યોમાં આશરે 460 ઘરોનો વીજળી પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો હતો, જોકે તંત્ર દ્વારા ભારે જહેમત બાદ રવિવાર સવાર સુધીમાં વીજળી પુનઃસ્થાપિત કરી દેવામાં આવી હતી. સદનસીબે, જાપાનની હવામાન એજન્સી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ ભૂકંપને કારણે સુનામીનું કોઈ જ જોખમ નથી. ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીએ પણ પુષ્ટિ કરી હતી કે દેશના પરમાણુ પાવર પ્લાન્ટ્સ અને સંબંધિત સુવિધાઓ સુરક્ષિત છે અને તેમાં કોઈ નુકસાન થયું નથી.
https://twitter.com/HorizonWireHW/status/2091256238218891465
