જાપાનની એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સનું F-2A ફાઇટર જેટ પેસિફિક મહાસાગરમાં ઇબારાકી પ્રાંતના દરિયાકાંઠે તાલીમ માટે ઉડાન ભરી રહ્યુ હતુ. અન તે દરમિયાન દરમિયાન ક્રેશ થયું હતુ. પરંતુ પાયલોટ સમયસર બહાર નીકળી જતાં તેનો જીવ બચ્યો હતો. જાપાનીઝ એરફોર્સના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બપોરે 12:35 કલાકની આસપાસ થયો હતો.
પાયલોટનો આબાદ બચાવ
જાપાનની એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સનું F-2A ફાઇટર જેટ વિમાન ક્રેશ થયુ હતુ. પરંતુ પાયલોટ બહાર નીકળી ગયો હતો. ASDFએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે કોઈ જહાજ કે અન્ય વસ્તુને નુકસાન થયું નથી. હાલમાં, અકસ્માતનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સિંગલ-સીટર જેટ ટોક્યોના ઉત્તર-પૂર્વમાં સ્થિત ઇબારાકી પ્રીફેક્ચરમાં હ્યાકુરી એર બેઝથી કાર્યરત છે. જાપાની વાયુસેના માટે આ અકસ્માત બીજો મોટો અકસ્માત છે. મે 2025ની શરૂઆતમાં, એક T-4 તાલીમ જેટ આઈચી પ્રીફેક્ચરમાં એક મોટા જળાશયમાં ક્રેશ થયું હતું, જેમાં બે ક્રૂ સભ્યોના મોત થયા હતા. આ સતત અકસ્માતોએ જાપાની વાયુસેનાની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે. જાપાની વાયુસેનાએ કહ્યું હતું કે તેઓ આ અકસ્માતની સંપૂર્ણ તપાસ કરશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
અકસ્માત મામલે તપાસ શરુ કરાઇ
આ હવાઈ અકસ્માતો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે ચીન દક્ષિણ ચીન સમુદ્રમાં સતત તણાવ વધારી રહ્યું છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીની સેનાએ સતત ત્રીજા દિવસે તાઇવાન નજીક લશ્કરી પ્રવૃત્તિ હાથ ધરી છે. સવારે 6 વાગ્યા સુધીમાં, તાઇવાનની આસપાસ 16 ચીની લશ્કરી વિમાનો, છ નૌકાદળના જહાજો અને એક સરકારી જહાજ જોવા મળ્યા હતા. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મીના 16માંથી 8 વિમાનો મધ્ય રેખા પાર કરીને તાઇવાનના ઉત્તરીય અને પૂર્વીય હવાઈ સંરક્ષણ ઓળખ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. આ ઘૂસણખોરીના જવાબમાં, તાઇવાનની સૈન્યએ દેખરેખ રાખી અને વિમાનો, નૌકાદળના જહાજો અને દરિયાકાંઠાના મિસાઇલ સિસ્ટમો તૈનાત કરી હતી.