આ હોટેલના કાબુલ બ્રાન્ચમાંથી કેટલાક વર્ષો પહેલા આઇએસઆઇ ચીફની ફોટો વાયરલ થઇ હતી. જે બાદ હોબાળો મચ્યો હતો.

હોટેલની વિવાદીત કહાની

જ્યાંથી પાકિસ્તાનના આઇએસઆઇ ચીફની ફોટો લીક થઇ હતી. ત્યાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ રોકાશે. આ હોટેલ હમેંશા વિવાદોનું કેન્દ્ર રહી છે. આ હોટેલ માત્ર વૈભવ અને સુવિધા માટે નથી જાણીતુ. પરંતુ તેની સાથે જુની અને વિવાદીત કહાની પણ જોડાયેલી છે. આ હોટેલના કાબુલ બ્રાન્ચમાંથી કેટલાક વર્ષો પહેલા આઇએસઆઇ ચીફની ફોટો વાયરલ થઇ હતી. જે બાદ હોબાળો મચ્યો હતો.

અમેરિકા-ઇરાન વચ્ચે વાતચીત

ઇસ્લામાબાદની હોટેલ સેરેનામાં અમેરિકા અને ઇરાન વચ્ચે વાતચીત યોજાવાની છે. આ હોટેલમાં જે.ડી.વેન્સ રોકાશે. સેરેના હોટેલમાં આઇએસઆઇના તત્કાલીન પ્રમુખ હોટેલ કેમ્પસમાં સિગરેટ પીતા જોવા મળ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનના કાબુલમાં સ્થિત આ હોટેલની બ્રાન્ચમાંથી એ ફોટો એવા સમયે લીક થઇ હતી જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનની ગતિવિધિઓ તેજ હતી. અને સ્થાનિક રાજનીતિ સંવેદનશીલ માહોલમાંથી પસાર થઇ રહી હતી.

સેરેના હોટેલમાં શુ છે ખાસ ?

સેરેના હોટેલમાં 387 રૂમ છે. જેમાં 52 વૈભવી રૂમ સામેલ છે. જે પોતાની હાઇ એન્ડ હોસ્પિટાલિટી માટે જાણીતુ છે. હોટેલના રૂમને ડીલક્સ, એક્ઝિક્યુટિવ, જૂનિયર સુઈટ, એક્ઝિક્યુટિવ સુઇટ અને પ્રેસિડેન્શીયલ સુઇટ જેવા વિવિધ શ્રેણીઓમાં મુક્યા છે. દરેક રૂમમાં મિનીબાર અને મૂળભૂત વૈભવી સુવિધાઓ છે. જ્યારે કિંગ- અને ક્વીન-સાઈઝ બેડ મહેમાનોને પ્રીમિયમ અનુભવ પ્રદાન કરે છે. ડિલક્સ રૂમ પ્રતિ રાત્રિ આશરે ₹13 હજારથી શરૂ થાય છે, અને માંગના આધારે $150-200 સુધી જઈ શકે છે. એક્ઝિક્યુટિવ રૂમનો ખર્ચ પ્રતિ રાત્રિ આશરે ₹23 હજાર થાય છે. જ્યારે સૌથી મોંઘા પ્રેસિડેન્શિયલ સ્યુટનો ખર્ચ પ્રતિ રાત્રિ આશરે ₹93 હજાર થાય છે.

આ પણ વાંચોઃ ઇરાન-અમેરિકા બેઠક પહેલા ઇસ્લામાબાદમાં જાહેર કરાઇ બે દિવસની રજા, જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા?