બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામ બાદ જે સ્થળે આ વાતચીત થશે તે સેરેને હોટલ પણ ખાલી કરાઇ છે.

પાકિસ્તાનનું ચોંકાવનારુ પગલું

પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવની વચ્ચે સૌ કોઇની નજર પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પર છે. અહીં અમેરિકા અને ઇરાનની વચ્ચે મહત્ત્વના મુદ્દે વાતચીત કરવામાં આવશે. પરંતુ આ ઉચ્ચસ્તરીય બેઠક અગાઉ પાકિસ્તાને એવું પગલું લીધુ છે જે સૌ કોઇ માટે ચોંકાવનારુ છે. ઇસ્લામાબાદ તંત્રે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે રજાની જાહેરાત કરાઇ છે. આ નિર્ણય બાદ કોઇ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ નથી. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રજા અપાઇ હોવાનું સામે આવી રહ્યુ છે.

પીએમ શહબાઝ શરીફે કરી સ્પષ્ટતા

અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વેન્સ આ બેઠકનું નેતૃત્ત્વ કરશે. તો ઇરાન તરફથી ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આવવાની શક્યતા છે. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે જાતે આ વાતની પુષ્ટી કરી છે. તેઓએ કહ્યુ છે કે, 10 એપ્રિલ 2026ના રોજ ઇસ્માબાદમાં આ બેઠક યોજાશે. પાકિસ્તાનમાં ઇરાનના રાજદૂત રઝા અમીરી મોગદમે પ્રતિનિધિમંડળ આવવાની વાતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકી હતી. પરંતુ બાદમાં હટાવી લીધુ હતુ. આ બેઠકને 'ઇસ્લામાબાદ ટોક્સ' નામ આપવામાં આવ્યુ છે.

શું હતો મામલો ?

 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો હતો. જેના પછી પરિસ્થિતિ વધુ વણસી હતી. ઇરાને બદલો લીધો, અને હુમલાઓ ગલ્ફ દેશોમાં ફેલાઈ ગયા. ત્યારબાદ લેબનોન સંઘર્ષમાં સામેલ થઈ ગયું, જ્યાં હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે મુકાબલો વધુ તીવ્ર બન્યો. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે તેના કારણે પૂર્ણ-સ્તરના યુદ્ધનો ભય ઉભો થયો. આ દરમિયાન, ઘણા દેશો મધ્યસ્થી કરવા માટે જોડાયા. તુર્કી, ઇજિપ્ત અને ચીને મુખ્ય ભૂમિકા ભજવી, જ્યારે સાઉદી અરેબિયા, કતાર અને અન્ય દેશોએ પણ રાજદ્વારી પ્રયાસોને ટેકો આપ્યો હતો.

આ પણ વાંચોઃ ઈરાન સામેના યુદ્ધમાં Donald Trumpને NATOનું સમર્થન ન મળતા વ્યક્ત કર્યો રોષ