રશિયાના કમચટકા પ્રાયદ્વીપમાં આવેલા 8.8 તીવ્રતાના ભૂકંપ બાદ અમેરિકા, જાપાન, ન્યૂઝીલેન્ડ સહિત 12 દેશમાં સુનામી અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. કમચટકા પ્રાયદ્વીપ રશિયાના સુદૂર-પૂર્વમાં સ્થિત એક દુર્લભ અને પર્વતીય વિસ્તાર છે. અને સાથે જ આની ઓળખ દુનિયાના સૌથી ખતરનાક ભૂકંપ ઝોન તરીકે પણ છે.


સુનામીનું એલર્ટ કરાયુ જાહેર

રશિયાના કમચટકા પ્રાયદ્વીપમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 8.8 હતી. જે બાદ પ્રશાંત ક્ષેત્રમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. તે 19.3 કિમી ઉંડાણ સુધી પહોંચ્યો હતો. ભૂકંપના જોરદાર આંચકાના કારણે સ્થાનિકો ઘરની બહાર જીવ બચાવવા માટે દોડ્યા હતા. ભૂકંપ બાદ રશિયા, જાપાન, અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ચીન, ઇન્ડોનેશિયા, તાઇવાન, ફિલિપાઇન્સ, મેક્સિકો અને ઇક્કાડોર દેશમાં સુનામીની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. 20 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

કમચટકા પ્રાયદ્વીપનું ભૂર્ગભ ક્ષેત્ર સંવેદનશીલ

કમચટકા પ્રાયદ્વીપ રશિયાના સુદૂર-પૂર્વમાં સ્થિત એક દુર્લભ અને પર્વતીય વિસ્તારમાં આવેલું છે. અહીં જ્વાળામુખીઓની સંખ્યા વધુ છે. 1200 કિમી લાંબુ અને 480 કિમી પહોંળું છે. અહીં બરફનું આવરણ વધુ જોવા મળે છે. ગરમીનું પ્રમાણ સૌથી ઓછું છે. અહીં પર્વતમાળાઓ છે. અને નદીઓ પણ વહે છે. અહીં જંગલો અને વિવિધ વનસ્પતિઓ પણ જોવા મળે છે. કમચટકા પ્રાયદ્વીપનું ભૂર્ગભ ક્ષેત્ર સંવેદનશીલ છે. આ ક્ષેત્ર પેસેફિક પ્લેટ અને નોર્થ અમેરિકા પ્લેટના સબડક્શન ઝોન પર સ્થિત છે. અહીં એક પ્લેટ બીજી પ્લેટની નીચે સરકે છે. અને ભૂકંપ સર્જાય છે. અને જ્વાળામુખીની ગતિવિધિઓ પણ થતી રહે છે. કમચટકા પ્રાયદ્વીપ 'રિંગ ઓફ ફાયર'નો ભાગ છે. જે પ્રશાંત મહાસાગરની આસપાસ ફેલાયેલો છે. દુનિયાના 75% જ્વાળામુખી અને 90% ભૂકંપ અહીં જ આવે છે. 

  • Follow us on: