આ આગની ઘટનામાં 16 વિદ્યાર્થિનીઓના મોત અને 70થી વધુ ઘાયલ થયા છે. આગનું કારણ હજુ જાણી શકાયું નથી.
ઘાયલોને અપાઇ સારવાર
કેન્યાના નાકુરુ કાઉન્ટીના ગિલગિલમાં ઉતુમિશી કન્યા શાળામાં મોડી રાત્રે આગ લાગી હતી. અત્યાર સુધીમાં આગમાં 16 ના મોત થયા છે. જ્યારે 70થી વધુ વિદ્યાર્થિની ઘાયલ થઇ છે. ઘાયલોની સારવાર શરુ કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી પુરજોશમાં ચાલુ છે.
શિક્ષણ પ્રધાનની પ્રતિક્રિયા
શિક્ષણ પ્રધાન જુલિયસ ઓગામ્બાએ જણાવ્યું હતું કે, ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. ગિલગિલ વિસ્તારમાં સ્થિત ઉતુમિશી ગર્લ્સ સ્કૂલના ડોર્મિટરીમાં આગ લાગી હતી. શાળામાં 800થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ-સર્કિટ અથવા અન્ય ખામીને કારણે આ ઘટના થઇ હોવાની શક્યતા છે.
આગ લાગવાનું કારણ અસ્પષ્ટ
કેન્યા રેડ ક્રોસના જણાવ્યા અનુસાર, આગ લાગવાની માહિતી મળતાં જ સેવાઓ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થળ પર હાજર વહીવટી ટીમ આગ લાગવાના કારણની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ 30 વર્ષ સુધી પોલીસને થાપ આપનાર મહિલા આખરે ધકેલાઇ જેલમાં, જાણો શુ હતો ગુનો?
