મંગળવારે (30 ડિસેમ્બર) સવારે 6 વાગ્યે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેઓ ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. 80 વર્ષની ઉંમરે ખાલિદા ઝિયાએ દુનિયાને અલવિદા કહ્યું.


ખાલિદા ઝિયા કોણ હતા?

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનો જન્મ 15 ઓગસ્ટ, 1945ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના સ્થાપક ઝિયાઉર રહેમાનના પત્ની હતા. તેમના પતિ ઝિયાઉર રહેમાનની હત્યા બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને બીએનપી પાર્ટીનો હવાલો સંભાળ્યો. ખાલિદા ઝિયા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા અને તેમને 2018માં જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા હતા. જોકે, સ્વાસ્થ્ય કારણોસર તેમને મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ નજરકેદ રહ્યા હતા.

દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન

ખાલિદા ઝિયા 1991થી 1996 સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી અને 2001થી 2006 સુધી ફરીથી આ પદ પર પાછા ફર્યા હતા. તેઓ દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા. તેઓ બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ ઝિયાઉર રહેમાનના પત્ની હતા.

ખાલિદા ઝિયા 1991ની રાષ્ટ્રીય ચૂંટણીમાં લોકમત દ્વારા સત્તામાં આવ્યા હતા

ખાલિદા ઝિયા 1991ની રાષ્ટ્રીય ચૂંટણીમાં લોકમત દ્વારા સત્તામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, સંસદીય વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. 2007માં, જ્યારે લશ્કરી સમર્થિત કાર્યકારી સરકારે સત્તા સંભાળી, ત્યારે ખાલિદા ઝિયાને શેખ હસીના સહિત અન્ય ઘણા રાજકીય નેતાઓ સાથે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ઝિયાને બાદમાં મુક્ત કરવામાં આવ્યા અને 2008ની સંસદીય ચૂંટણી લડી, પરંતુ તેમનો પક્ષ જીતી શક્યો નહીં. તેમના પરિવારમાં તેમના મોટા પુત્ર, તારિક, તેમની પુત્રવધુ અને એક પુત્રી છે.

આ પણ વાંચો: Operation Sindoor: બ્રહ્મોસનું સચોટ નિશાન, નૂર ખાન એરબેઝ પર વિનાશ, 7 મહિના પછી પાકિસ્તાને આ 7 સત્ય સ્વીકાર્યા

  • Follow us on: