બાંગ્લાદેશની રાજનીતિમાં 20 વર્ષ બાદ અદ્ભુત વળાંક જોવા મળ્યો છે.

બાંગ્લાદેશમાં ઐતિહાસિક વિજય

બાંગ્લાદેશના BNPના પીએમ પદના ઉમેદવાર તારિક રહેમાને વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે. પરંતુ અહીં જીત બાબતે અનેક સવાલ પણ ઉઠ્યા છે. બાંગ્લાદેશમાં હમણા સુધી મહિલા પીએમે સત્તા સંભાળી છે. પુરુષ પીએમ સત્તાના કમાન સંભાળવા અંગે સફળ થયો નથી. બાંગ્લાદેશમાં 20 વર્ષ બાદ સત્તા પરિવર્તન જોવા મળ્યુ છે. તારિક રહેમાને 299માંથી 209 બેઠક પોતાના નામે કરી છે. અને સત્તાની ચાવી પોતાના હાથમાં લીધી છે.

શું બદલાશે સમીકરણ ?

આ ભવ્ય જીત બાદ તારિક રહેમાનનું પીએમ બનવું નક્કી થયુ છે. પરંતુ બાંગ્લાદેશની પરંપરા પર નજર કરીએ તો, અહીં મહિલા પીએમ વધુ સફળ જોવા મળ્યા છે. છેલ્લા 35 વર્ષથી બાંગ્લાદેશની સત્તા મહિલાના હાથોમાં જ રહી છે. 1988માં કાઝી ઝફર અહમદ બાદ 35 પછી કોઇ પુરુષ પીએમ બનશે. 1991થી 2024 સુધી બાંગ્લાદેશની રાજનીતિ બે નામની આસપાસ જ ફરતી હતી. અને તે નામ હતા શેખ હસીના અને ખાલિદા જિયા.

બાંગ્લાદેશની રાજનીતિમાં મહિલા નેતૃત્ત્વ સફળ

બાંગ્લાદેશમાં મહિલાઓના હાથમાં સુકાન આવતા દશા-દિશા બદલાઇ છે. રાજનૈતિક અને સંસ્કૃતિમાં પણ પરિવર્તન જોવા મળ્યુ છે. પુરુષ પ્રધાન સમય પર નજર કરીએ તો, 16 ડિસેમ્બર 1971ના રોજ ભારતની મદદથી પાકિસ્તાનના બે ભાગ પડ્યા હતા. અને નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનો જન્મ થયો હતો. બાદમાં સ્વતંત્ર બાંગ્લાદેશની કમાન રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનને સોંપાઇ હતી. 1971માં તેઓ દેશના પ્રથમ પીએમ બન્યા હતા. અને 1975માં રાષ્ટ્રપતિ તરીકે કમાન સંભાળી હતી. પરંતુ તેમની હત્યા બાદ કોઇ પુરુષે સત્તા સ્થાને સ્થિર રહ્યો ન હતો.

પુરુષ પીએમનો કાર્યકાળ

તાજુદ્દીન અહમદઃ- મુજીબ સરકારમાં પીએમ 1972-73માં સ્વતંત્રતા સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

મોહમ્મદ મંસૂર અલીઃ- 1973-75 દરમિયાન પીએમ રહ્યા હતા. અને તેમની હત્યા કરાઇ હતી

શાહ અજીજુર રહેમાનઃ- 1979-82 સુધી પીએમ તરીકે રહ્યા હતા

મિજાનુર રહેમાન ચૌધરીઃ- 1986-88 સુધી પીએમ તરીકે ફરજ બજાવી ચુક્યા છે

કાઝી જફર અહમદઃ- 1989-90 સુધી પીએમ પદ પર બીરાજમાન રહ્યા હતા

તારિક રહેમાન સામે પડકારો

આ તમામ પીએમના કાર્યકાળમાં વારંવાર પરિવર્તન, સૈન્ય પ્રભાવ અને રાજનૈતિક અસ્થિરતા જોવા મળી હતી. જીત બાદ તારિક રહેમાનનો માર્ગ સરળ નથી. એક તરફ મોટી સંખ્યામાં જનાદેશ છે. તો બીજી તરફ અસ્થિર રાજનૈતિક માહોલ જોવા મળે છે. આવામી લીગ પર મુકાયેલા પ્રતિબંધ અંગે પણ સવાલ પુછાઇ રહ્યા છે. તો વિદેશી સમુદાયની નજર પણ બાંગ્લાદેશ પર છે. આર્થિક સ્તરે મોંઘવારી, બેરોજગારી અને રોકાણના પડકારો છે.

આ પણ વાંચોઃ Bangladesh Election Result 2026: Tarique Rahmanના પરિવારના સભ્યોની જાણો રાજકીય અને પારિવારીક તાકત