હવે અલી ખામેનેઇનીના પુત્રને સુપ્રીમ લીડર તરીકે પસંદ કરાતા તેઓ પણ કમાન સંભાળતા ઇજાગ્રસ્ત થયા છે.

ઈસ્લામિક રિપબ્લિકના ઇતિહાસમાં વિચિત્ર સંયોગ

28 ફેબ્રુઆરી 2026ના રોજ આયાતુલ્લાહ અલી ખામેનેઇની અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા હતા. તેમના પુત્ર, મોજતબા ખામેનેઇને પણ આ જ હુમલામાં ઘાયલ કરવામાં આવ્યા હતા. મોજતબા ખામેનેઇને હવે ઈરાનના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના ઇતિહાસમાં એક વિચિત્ર સંયોગ માનવામાં આવશે. સુપ્રીમ લીડર બનતા પહેલા આયાતુલ્લાહ અલી ખામેનેઇનીને બોમ્બ હુમલામાં ઈજા થઈ હતી. જેના કારણે તેમનો જમણો હાથ કાયમ માટે લકવાગ્રસ્ત થઈ ગયો હતો.

અલી ખામેનેઇનીને મસ્જિદમાં થઇ હતી ઈજા

27 જૂન 1981ના રોજ, તેહરાનની એક મસ્જિદમાં નમાજ પછી ભાષણ આપતી વખતે, અલી ખામેનેઇની સામે ટેપ રેકોર્ડરમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં અલી ખામેનેઇનીના જમણા હાથને ગંભીર નુકસાન થયું હતું. મહિનાઓ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવા છતાં, તેમનો જમણો હાથ કાયમ માટે લકવાગ્રસ્ત રહ્યો હતો. તે સમયે તેઓ રાષ્ટ્રપતિ હતા. 1989માં આયાતુલ્લા ખોમેનેઇનીના મૃત્યુ પછી તેઓ સુપ્રીમ લીડર બન્યા અને 2026માં તેમના મૃત્યુ સુધી આ પદ સંભાળ્યું હતુ.

મોજતબા ખામેનેઇને પણ ઈજા

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા હતા. ત્યારે અલી ખામેનેઇનીના પુત્ર મોજતબા ખામેનેઇ ઘાયલ થયા હતા. ખામેનેઇનીના નિવાસસ્થાન પર બંકર-બસ્ટર બોમ્બ પડ્યા હતા. જેમાં મહિલાઓ અને એક બાળક સહિત પરિવારના અનેક સભ્યો માર્યા ગયા હતા. મોજતબા ખામેનેઇ બચી ગયા હતા. જોકે, તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અહેવાલો દર્શાવે છે કે તેમના જમણા પગમાં ગંભીર ઇજા થઈ છે. કેટલાક અહેવાલો એવો પણ દાવો કરે છે કે આ પગ કાપી નાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મોજતબા ખામેનેઇનું નવુ નામ આવ્યુ સામે, જાણો શું છે તેનો અર્થ?

  • Follow us on: