વર્ષ 2026ની શરૂઆત સાથે જ પ્રખ્યાત ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણીઓ ફરી એકવાર ટ્રેન્ડ થવા લાગી છે અને લોકોમાં રસ જગાવી રહી છે. યુદ્ધના ખતરા, જલવાયુ પરિવર્તન, Artificial Intelligence)થી લઈને એલિયન્સનો માનવો સાથે સંપર્ક—આવી અનેક ભવિષ્યવાણીઓ બાબા વેંગા અને નાસ્ત્રેદમસ જેવા ભવિષ્યવક્તાઓએ 2026 માટે કરી છે.
અસ્પષ્ટ અને વિવાદાસ્પદ છે ભવિષ્યવાણીઓ
મોટાભાગની ભવિષ્યવાણીઓ અસ્પષ્ટ અને વિવાદાસ્પદ છે, જ્યારે કેટલીક ચેતવણીઓ રાજકીય અસ્થિરતા, ઝડપી ટેકનોલોજીકલ બદલાવ અને વૈશ્વિક ચિંતાઓની આસપાસ કેન્દ્રિત છે. આ લેખમાં આપણે વર્ષ 2026 માટેની મુખ્ય ભવિષ્યવાણીઓ પર નજર કરીએ છીએ, જે અલગ-અલગ સમયગાળામાં વિવિધ ભવિષ્યવક્તાઓએ કરી છે.
એલિયન્સ અને યુએફઓનો માનવો સાથે સંપર્ક – બાબા વેંગા
2026 સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓમાં પરગ્રહી જીવન અંગેની ચર્ચા વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્પેસ એજન્સીઓ દ્વારા અંતરિક્ષ મિશનોની રહસ્યમય માહિતી અને સરકારો દ્વારા અજાણ્યા હવાઈ ઘટનાની વધુ વિગતો જાહેર કરવાથી લોકોની ઉત્સુકતા વધી છે. વૈજ્ઞાનિકો કહે છે કે એલિયન્સ સાથે સંપર્કના કોઈ મજબૂત પુરાવા નથી. છતાં પણ, બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ 2026માં માનવોનો એલિયન્સ સાથે સંપર્ક થઈ શકે છે.
AI વધુ અસરકારક બનશે
2026માં કૃત્રિમ બુદ્ધિમત્તાનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધવાની અપેક્ષા છે. નિષ્ણાતોના કહેવા મુજબ, AI એજન્ટ્સ રોજિંદા કામ, શેડ્યૂલ, નાણાં અને વર્કફ્લોનું સંચાલન સરળતાથી કરશે. આ બદલાવ ધીમે ધીમે થશે, પરંતુ માનવ ઇતિહાસમાં ક્રાંતિસમાન માનવામાં આવશે.
મધમાખીઓનો વિશાળ ઝુંડ – નાસ્ત્રેદમસ
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં ઉલ્લેખિત મધમાખીઓના વિશાળ ઝુંડને શબ્દશ નહીં પરંતુ પ્રતીકાત્મક રીતે સમજવાની જરૂર છે. તેમના અનુસાર, આ મોટા પાયે સ્થળાંતર, ટેકનોલોજીના ઝડપી પ્રસાર અથવા સામાજિક અને રાજકીય અસ્થિરતાને કારણે સમાજમાં ફેલાતી અશાંતિ તરફ સંકેત આપે છે. આ ઝુંડને ઘણીવાર ડિજિટલ ભીડ અથવા ઑનલાઇન સંગઠન તરીકે પણ જોવામાં આવે છે, જેના પ્રતિક્રિયા અને અસર સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ શકે છે. જોકે, આવી ભવિષ્યવાણીઓની પુષ્ટિ માટે કોઈ ઠોસ પુરાવા નથી, પરંતુ તે ચર્ચાઓને જરૂર વેગ આપે છે.
ભૂ-રાજકીય તણાવમાં વધારો – એથોસ સેલોમ
જીવિત નાસ્ત્રેદમસ તરીકે ઓળખાતા એથોસ સેલોએ ભવિષ્યવાણી કરી છે કે 2026માં સંસાધનો અને ટેકનોલોજી સ્પર્ધાના કારણે સંઘર્ષ અને રાજકીય તણાવ વધશે, જે વૈશ્વિક અશાંતિનું કારણ બની શકે છે. બરફ ઓગળવાના કારણે આર્કટિક સર્કલ વિસ્તારમાં નાટો અને રશિયા વચ્ચે સૈન્ય અથડામણની સ્થિતિ ઊભી થઈ શકે છે.
કુદરતી આપત્તિઓમાં વધારો – બાબા વેંગા
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ મુજબ, 2026માં પૃથ્વીના લગભગ 8 ટકા ભૂભાગ પર શક્તિશાળી ભૂકંપો, જ્વાળામુખી પ્રવૃત્તિઓ અને હવામાન સંબંધિત ઘટનાઓની અસર જોવા મળી શકે છે. જોકે, સંશોધકોના કહેવા મુજબ આવા ચોક્કસ આંકડાઓની પુષ્ટિ કરવા માટે કોઈ પ્રમાણિત વૈજ્ઞાનિક રેકોર્ડ ઉપલબ્ધ નથી.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે સંદેશ ન્યૂઝ કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો- TMKOCના નવા વર્ષના એપિસોડનો પ્રોમો રિલીઝ, ધર્મેન્દ્રને યાદ કરી અપાઈ ખાસ શ્રદ્ધાંજલિ!