એલન મસ્કે દાવો કરતા કહ્યુ હતુ કે, આ પ્રોજેક્ટ Wikipediaથી વધુ સારો રહેશે.
Wikipediaના સ્થાને Grokipedia
ટેસ્લા અને એક્સના માલિક એલન મસ્કે પોતાની નવી AI આધારિત ઓનલાઇન ઇનસાઇક્લોપીડિયા પ્લેટફોર્મ GrokiPedia લોન્ચ કરી છે. કંપનીએ તેને Wikipediaનો સત્ય પર આધારિત વિકલ્પ તરીકે દર્શાવ્યો છે. આ પ્લેટફોર્મ તેના શરૂઆતી વર્ઝન 0.1માં છે. અને પૂર્ણ રીતે ઓપન સોસ છે. એલન મસ્કે દાવો કર્યો છે કે, આ પ્રોજેક્ટ Wikipediaથી વધુ સારો છે. અને ભવિષ્યમાં તેનું વર્ઝન 1.0 દસ ગણુ સારુ રહેશે.
Also Read
Elon Musk બનાવી રહ્યા છે ઓપ્ટીમસ રોબોટની મોટી "સેના"!, મનુષ્યો કરતાં 100 ગણી વધુ શક્તિ સાથે કામ કરશે
World News: મ્યાંમારમાં ચાલી રહેલા મોટા સાઇબર સ્કેમમાં સામે આવ્યુ Elon Muskની Starlink કંપનીનું નામ, જાણો શું છે મામલો?
World News: નેટફ્લિક્સને Elon Muskના કારણે ₹2 લાખ કરોડનું નુકસાન કેવી રીતે થયુ?, જાણો
ધ્યેય ઇન્ટરનેટ પર સત્યને આધારિત માહિતી
GrokiPedia એક AI-પાવર્ડ ઓનલાઇન ઇનસાઇક્લોપીડિયા છે. જેને એલન મસ્કની ટીમ સંભાળી રહી છે. તેનો ધ્યેય ઇન્ટરનેટ પર સત્યને આધારિત માહિતી આપવાનો છે. હાલમાં તેનું વર્ઝન 0.1 લોન્ચ થયુ છે. જેમાં યૂઝર માત્ર સર્ચ બાર દ્વારા કોઇપણ વિષયની માહિતી મેળવી શકાશે. હમણા આ પ્લેટફોર્મ પર લગભગ 8,85,000 આર્ટિકલ્સ ઉપલબ્ધ છે. જે પ્રમુખ ગ્લોબલ વિષયને આવરી લે છે. મુખ્ય વાત એ છે કે, આર્ટિકલ્સને માનવ યૂઝર એડિટ નહી કરી શકે.
X પર GrokiPediaના લોન્ચની જાહેરાત
એલન મસ્કે X પર GrokiPediaના લોન્ચની જાહેરાત કરી હતી. અને કહ્યુ હતુ કે, GrokiPediaનું વર્ઝન 1.0 10 ગણુ સારુ રહેશે. પરંતુ 0.1 પણ Wikipedia કરતા યોગ્ય વિકલ્પ છે. GrokiPedia ભવિષ્યમાં Wikipediaનું સ્થાન લઇ શકે છે. અને તેનું AI ચેટબોટ Grok હવે Wikipediaના રેફરન્સનો ઉપયોગ પણ બંધ કરી દેશે. લોન્ચના થોડા સમય બાદ GrokiPedia વિવાદોના વંટોળમાં ફસાયુ હતુ. એક રિપોર્ટ મુજબ GrokiPedia પરના આર્કિટકલ્સ Wikipedia પરથી લેવામાં આવ્યા છે. અને તેને રિ-રાઇટ કરવામાં આવ્યા છે.










