વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના પાંચમા અને અંતિમ તબક્કા માટે ઇટાલી પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાંના PM જ્યોર્જિયા મેલોનીએ રોમમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. મેલોનીએ સોશિયલ મીડિયા પર કોલોસિયમ પાસે વડાપ્રધાન મોદી સાથે એક તસવીર પોસ્ટ કરી અને તેમને પોતાના મિત્ર ગણાવ્યા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, રોમમાં તમારું સ્વાગત છે, મારા મિત્ર. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
કોણ છે જ્યોર્જિયા મેલોની?
15 જાન્યુઆરી, 1977ના રોજ ઇટાલીના રોમમાં જ્યોર્જિયાનો જન્મ થયો હતો. તેમનો ઉછેર રોમના મધ્યમાં આવેલા શ્રમિક વર્ગના વિસ્તાર ગરબાટેલામાં થયો હતો. જ્યોર્જિયા જ્યારે એક વર્ષના હતા ત્યારે જ તેમના પિતા પરિવાર છોડીને ચાલ્યા ગયા હતા, જે બાદ તેમની માતાએ તેમનો ઉછેર કર્યો. નાની ઉંમરથી જ મેલોનીએ માતા-પિતાના અલગ થવાનું દર્દ સહન કર્યું હતું. ત્યારબાદ તેઓ પોતાની માતા અને બહેન સાથે નાની ઉંમરે ઘરની જવાબદારી ઉપાડવા લાગ્યા. તેમણે નાઇટ ક્લબમાં બાર ટેન્ડર તરીકે પણ કામ કર્યું હતું.
ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન છે જ્યોર્જિયા
ત્યારબાદ મેલોનીએ રાજકારણ અને ઇટાલિયન નેશનલ આઇડેન્ટિટીમાં રસ દાખવવાનું શરૂ કર્યું. 15 વર્ષની ઉંમરે, તેઓ ઇટાલિયન સોશિયલ મુવમેન્ટ (MSI) માં સામેલ થયા, જે એક રાઇટવિંગ (જમણેરી) પાર્ટી છે. આ શરૂઆતના જોડાણે તેમના રાજકારણમાં આવવાનો પાયો નાખ્યો. 2006માં તેઓ 29 વર્ષની ઉંમરે સાંસદ બન્યા અને ત્યારબાદ બર્લુસ્કોનીની ચોથી સરકાર દરમિયાન તેઓ સૌથી નાની ઉંમરના યુવા બાબતોના મંત્રી બન્યા હતા.
https://www.instagram.com/p/DYJcnLbDAv6/?utm_source=ig_web_copy_link
વર્ષ 2012માં જ્યોર્જિયાએ પોતાની પાર્ટી બનાવી અને તેનું નામ 'બ્રધર્સ ઓફ ઇટાલી' રાખ્યું. ત્યારથી એટલે કે 2014થી તેઓ આ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. વર્ષ 2022 તેમના કરિયર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું અને તેઓ ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
ઇટાલીના PM જ્યોર્જિયાની નેટવર્થ કેટલી છે?
2026 સુધીમાં, મેલોનીની વાસ્તવિક નેટવર્થ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. જોકે, વડાપ્રધાન તરીકે અને તેમના લાંબા સંસદીય કાર્યકાળને કારણે, તેઓ દર વર્ષે લગભગ 99,000 યુરો (આશરે 9.3 કરોડ રૂપિયા) કમાય છે.
મેલોનીની પર્સનલ લાઇફ
49 વર્ષના મેલોની હાલમાં સિંગલ છે. તેમણે ઓક્ટોબર 2023માં પોતાના લોન્ગ ટાઇમ પાર્ટનર અને ટીવી જર્નાલિસ્ટ એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથે બ્રેકઅપ કર્યું હતું. તેમણે પોતાના આશરે એક દાયકા જૂના સંબંધને ખતમ કરવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે ઓફ-એર ક્લિપ્સ લીક થઈ, જેમાં જિયામ્બ્રુનોએ અશ્લીલ અને લિંગભેદી ટિપ્પણીઓ કરી હતી. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની એક સિંગલ મધર છે અને તેઓ પોતાની પુત્રી જિનેવરા (જન્મ 2016) નો એકલા ઉછેર કરી રહ્યા છે.
કેવી લાઇફસ્ટાઇલ જીવે છે ઇટાલીના PM જ્યોર્જિયા?
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા ખૂબ જ સિમ્પલ લાઇફ જીવે છે. મેલોની અવારનવાર પોતાની પ્રોફેશનલ જવાબદારીઓ અને ફેમિલી ટાઇમ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. તેઓ ફેમિલી વેલ્યુઝ (પારિવારિક મૂલ્યો) અને પરંપરાગત ઇટાલિયન સંસ્કૃતિના જોરદાર સમર્થક છે.
આ પણ વાંચો-Taarak Mehtaના કલાકારોની નેટવર્થ જાણીને હોશ ઉડી જશે, બબીતા અને ચંપકલાલને આ સ્ટારે છોડ્યા પાછળ