ગયા વર્ષે બિશ્નોઈ ગેંગે કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એબોટ્સફોર્ડ પોલીસ સ્ટેશનને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો.

પત્રથી ફફડાટ કેમ ?

લોરેન્સ બિશ્નોઈ ગેંગે પત્રમાં દાવો કર્યો હતો કે, ગેંગ પાસે હજારથી વધુ વ્યક્તિઓ ગોળીબાર અને હિંસક કૃત્યો કરવા માટે તૈયાર છે. એડમોન્ટન પોલીસ અધિકારી કોન્સ્ટેબલ કેવિન સેન્ટ લુઈસે કેનેડામાં દેશનિકાલની સુનાવણી દરમિયાન આ પત્રનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એબોટ્સફોર્ડ પોલીસ સ્ટેશનને 13 ઓગસ્ટ 2025ના રોજ આ પત્ર મળ્યો હતો. જેમાં ગેંગે પોતાને એક મોટો ગુનેગાર ગણાવ્યો હતો.

પોલીસની પ્રતિક્રિયા આવી સામે

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, દરેક ઉદ્યોગપતિએ પોતાનો કર ચૂકવવો પડશે. તપાસ એજન્સીઓ માને છે કે "ટેક્સ" શબ્દ ખંડણીના પૈસાનો સંદર્ભ આપે છે. કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ દક્ષિણ એશિયન સમુદાયના વ્યવસાયો અને વ્યક્તિઓને નિશાન બનાવે છે. તેઓ મોટી રકમ માંગે છે અને જો તેઓ પૈસા ન આપે તો તેઓ તેમના ઘરો અને દુકાનો પર હુમલો કરે છે.

ભારતીય વિદ્યાર્થીઓની ભરતી

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ ગેંગ કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અને કામચલાઉ વર્ક પરમિટ પરના યુવાનોને તેના નેટવર્કમાં ભરતી કરે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગના આરોપીઓ તાજેતરમાં કેનેડા આવ્યા હતા અને તેમને નાની રકમ આપીને ગોળીબારમાં ઉપયોગમાં લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ યુવાનોને પોતાના હોવાની ભાવના અને ગેંગમાં જોડાવાનું વચન આપીને ગેંગમાં જોડાવા માટે લલચાવે છે.

લોરેન્સ અને ગોલ્ડીના નામે વસૂલાત

કેનેડિયન તપાસ એજન્સીઓએ જણાવ્યુ હતુ કે, મોટાભાગના ખંડણી કોલ વોટ્સએપથી કરાઇ હતી. કોલમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારનો વારંવાર ઉલ્લેખ કરાયો હતો. જોકે, પોલીસ કહે છે કે, મુખ્ય ખંડણીખોર ઝોરા સિદ્ધુ નામનો ગેંગનો સભ્ય હતો. જે કેનેડાની બહાર રહેતા લોકોને વોટ્સએપ દ્વારા ધમકીઓ આપતા હતા. પોલીસે કહ્યુ છે કે, ઘણી નકલી ગેંગ ઉભરી આવી છે, જે લોકોને ડરાવવા માટે બિશ્નોઈ ગેંગના નામનો ઉપયોગ કરે છે. કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક બ્રિટિશ કોલંબિયા, આલ્બર્ટા, ઓન્ટારિયો અને મેનિટોબા જેવા પ્રાંતોમાં ફેલાયેલું છે.

આ પણ વાંચોઃ HCએ 3 મહિનામાં સંભળાવવો પડશે અનામત રાખેલો ચુકાદો, જામીન અંગે પર પણ બન્યા કડક નિયમો

  • Follow us on: