અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેબનાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામ પર સહમતી થઈ છે, જેનો મુખ્ય હેતુ વિસ્તારમાં વધતા તણાવને ઘટાડવાનો છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા મારફતે આ જાહેરાત કરતા જણાવ્યું કે આ નિર્ણય લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે થયેલી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. અમેરિકી સમય અનુસાર આ યુદ્ધવિરામ સાંજે 5 વાગ્યાથી અમલમાં આવશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈઝરાયેલના હુમલામાં લેબનાનમાં મૃત્યુઆંક 2,196 સુધી પહોંચી ગયો છે. છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ઈઝરાયેલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું.
મહત્વપૂર્ણ વાત એ છે કે લગભગ 34 વર્ષ બાદ બંને દેશોના પ્રતિનિધિઓએ વોશિંગ્ટનમાં સીધી રાજનૈતિક ચર્ચા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોને બંને દેશો સાથે મળીને સ્થાયી શાંતિ માટે પ્રયાસ કરવા સૂચના આપી છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે તેઓ જલ્દી જ ઈઝરાયેલ અને લેબનાનના નેતાઓને વ્હાઈટ હાઉસમાં આમંત્રિત કરશે. તેમણે આ બેઠકને 1983 બાદ બંને દેશો વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ ચર્ચા ગણાવી છે. ટ્રમ્પના આ પગલાથી મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત થવાની આશા વધતી દેખાઈ રહી છે, જોકે આગળની પરિસ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.