વિશ્વના જુદા જુદા દેશોમાં લગ્ન પ્રસંગોને લઈને પોતાની અલગ જ પરંપરાઓ અને રીતિ-રિવાજો હોય છે. તાજેતરમાં દક્ષિણ કોરિયામાં બનેલી એક ઘટના સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે, જેમાં એક ભારતીય મહિલા તેના કોરિયન મિત્રના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નમાં જઈને પહેલા વર-કન્યાને મળવું, ફોટા પડાવવા અને ત્યારબાદ આરામથી ભોજન માણવું સામાન્ય વાત છે. પરંતુ આ ભારતીય મહિલા સાથે કોરિયામાં જે થયું તે તદ્દન અલગ અને આશ્ચર્યજનક હતું.

લગ્નનો અનોખો રિવાજ

સમગ્ર ઘટના એવી હતી કે મહિલા સમયસર વેન્યુ પર પહોંચી, લગ્નની વિધિઓ માણી અને જ્યારે લગ્ન પૂરા થયા પછી તે લંચ હોલ તરફ જઈ રહી હતી, ત્યારે ગેટ પર જ સુરક્ષા કર્મચારીઓએ તેને અટકાવી દીધી. ભાષાની મર્યાદાના કારણે (સુરક્ષા કર્મીઓ અંગ્રેજી નહોતા જાણતા અને મહિલા કોરિયન નહોતી જાણતી) શરૂઆતમાં ભારે મૂંઝવણ ઊભી થઈ હતી. આખરે જ્યારે તેમના કોરિયન લેબમેટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વાસ્તવિકતા સામે આવી.

પહેલા ગિફ્ટ પછી જમવાની થાળી

દક્ષિણ કોરિયાના આધુનિક લગ્નોમાં એક ખાસ નિયમ હોય છે કે મહેમાનોએ ભોજન કરવા જતા પહેલા લગ્નના રિસેપ્શન કાઉન્ટર પર જઈને વર-કન્યા કે તેમના પરિવારને રોકડ ભેટનું પરબિડીયું આપવું પડે છે. આ ભેટ આપ્યા પછી જ મહેમાનને એક ખાસ 'ટોકન' કે પાસ આપવામાં આવે છે. આ ટોકન બતાવ્યા પછી જ લંચ હોલના દરવાજા ખુલે છે. ભારતીય મહિલા અને તેના સાથીઓ આ ભેટ આપવાનું ભૂલી ગયા હતા, તેથી તેમની પાસેથી ટોકન માંડવામાં આવ્યું હતું.
https://www.instagram.com/reel/DcAFfMNBjAr/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

લાંબા સમયનો રિવાજ આજે પણ અકબંધ

આ રિવાજ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ભોજનના પૈસા વસૂલવાનો નથી, પરંતુ કોરિયન સંસ્કૃતિમાં લાંબા સમયથી રોકડ ભેટ આપવાની પ્રથા ચાલી આવી છે. પરિવારના સભ્યો આ પરબિડીયાઓ પર મહેમાનનું નામ અને આપેલી રકમ નોંધી લે છે, જેથી ભવિષ્યમાં સંબંધોની લેવડ-દેવડ વખતે તેનો હિસાબ રાખી શકાય. આ ઉપરાંત, લગ્નનો ખર્ચ ઉઠાવવામાં પણ આ પદ્ધતિ મદદરૂપ બને છે.

કોરિયન પરંપરા થઇ વાયરલ

જ્યારે પેલી ભારતીય મહિલાને આ નિયમની સમજ પડી, ત્યારે તે રિસેપ્શન કાઉન્ટરે ગઈ, ભેટનું પરબિડીયું જમા કરાવ્યું અને ટોકન મેળવ્યા પછી જ લંચ હોલમાં પ્રવેશી શકી. ભારતીય પદ્ધતિથી તદ્દન વિપરીત આ કોરિયન પરંપરાનો અનુભવ તે મહિલા માટે એક યાદગાર કિસ્સો બની ગયો, જે હાલ ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Delhi: ખેડૂતો ખુશ થાઓ! બિયારણ માફિયા પર સંકજો કસવાની તૈયારીમાં દિલ્હી સરકાર