જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કયારે કોના પર નારાજ થઈ જાય ક્યારે કોને આંટીમાં લઈલે કઈ કહી શકાય નહીં. ત્યારે ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ તેમના બેબાક નિવેદન માટે ચર્ચામાં આવ્યા છે.


લંડનના મેયર પર શાબ્દિક પ્રહાર

ચોક્કસથી એ કહેવામાં સેજ પણ અતિશયોક્તિ નથી કે હાલની તારીખે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી શક્તિશાળી માણસ કહેવાય છે. ત્યારે હવે આ શક્તિશાળી માણસની નજરે હાલ લંડનના મેયર આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. બ્રિટનની મુલાકાતે આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તેમના જૂના વિરોધી લંડનના મેયર સાદિક ખાન પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. જો કે આ કઈ નવી બાબત નથી આ પહેલા પણ બંને નેતાઓ વચ્ચે ઘણીવાર બોલાચાલી થઈ ચૂકી છે.

ટ્રમ્પ છે સાદિક ખાનથી ગુસ્સે

બ્રિટનની મુલાકાતે આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને લંડનના મેયર વચ્ચે ઘણા સમયથી ચકમક જરી રહી છે. બ્રિટનની મુલાકાતે આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક પ્રેસ બ્રીફમાં ભાગ લઈ રહ્યા હતા એ દરમિયાન, એક મીડિયા કર્મીએ પૂછેલા સવાલ પર ડોનાલ્ડ ટ્રમ્પ ખુબજ ગુસ્સે ભરાયા હતા. મીડિયા કર્મીનો સવાલ હતો કે તમે સપ્ટેમ્બરમાં મહિનામાં લંડનની મુલાકાત લેશો કે નહીં? અને આ સવાલના જવાબમાં તેમણે કહ્યું- 'હું તમારા મેયરનો ચાહક નથી. મને લાગે છે કે તેમણે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. ટ્રમ્પ અહીં અટક્યા નહીં. તેમણે કહ્યું કે લંડનના મેયર એક ખરાબ માણસ છે.'

ટ્રમ્પ સાદિક પર કેમ ગુસ્સે છે?

આ બંને નેતાઓ વચ્ચેની માથાકૂટ ઘણા વર્ષોથી ચાલી રહી છે. સાદિક અને ટ્રમ્પ વચ્ચેનો વિવાદ 2015-16માં શરૂ થયો હતો જ્યારે સાદીક ખાને પહેલી વાર ટ્રમ્પની મુસ્લિમ વિરોધી નીતિઓનો કઠોર શબ્દમાં વિરોધ કર્યો હતો . આ ઘટના પછી ટ્રમ્પે પણ સાદીક ખાન પર વળતો હુમલો કર્યો હતો જેમાં લંડન બ્રિજ હુમલા પછી ટ્રમ્પે ખાનને પથ્થર જેવો હારેલો, ખૂબ જ મૂર્ખ અને રાષ્ટ્રીય અપમાનજનક વ્યક્તિ કહ્યો હતો. 

  • Follow us on: