ઈઝરાયેલએ મંગળવારે કતારની રાજધાની દોહામાં હમાસના ટોચના નેતાઓને નિશાનો બનાવતા હુમલો કર્યો છે. ઈઝારેયલના અધિકારીઓએ આ કાર્યવાહીની પુષ્ટી કરી છે. જાણકારી મુજબ ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન બેટે આ ઓપરેશનને અંજામ આપ્યો છે. મીડિયા રિપોર્ટસ મુબજ બેઠક કરી રહેલા નેતાઓને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મંજૂરી બાદ નિશાનો બનાવવામાં આવ્યા છે. જે કથિત રીતે સિઝફાયરને લઈને અમેરિકાના નવા પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા.


આ અભિયાન સ્વતંત્ર રીતે ઈઝરાયેલનું છે : વડાપ્રધાન નેતન્યાહૂ

ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ આ ઓપરેશનને સ્વતંત્ર અભિયાન ગણાવ્યું છે. તેમને કહ્યું કે હમાસના ટોચના આતંકવાદીઓ આકાઓની વિરૂદ્ધની કાર્યવાહી પુરી રીતે સ્વતંત્ર ઈઝરાયેલનું અભિયાન હતું. ઈઝરાયેલે તેની શરૂઆત કરી, ઈઝરાયેલે તેને સંચાલિત કર્યું અને ઈઝરાયેલ તેની સંપૂર્ણ જવાબદારી લઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દોહાના આકાશમાં કાળા ધુમાડા જોવા મળ્યા. કતારના અધિકારી પણ હુમલાની પુષ્ટી કરી ચૂક્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે હુમલામાં કોઈ ઈજાગ્રસ્ત થયું છે કે નહીં પણ દોહાના રસ્તાઓ પર તણાવ અને ડરનો માહોલ છે.

કતાર સરકારે આ હુમલાના કાયરતાપૂર્ણ ગણાવ્યો

ઈઝરાયેલી સેનાના પ્રવક્તાએ કહ્યું કે હુમલો ઈઝરાયેલની વાયુસેના દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન કતાર એરવેઝની ઉડાનો દોહામાં સામાન્ય રીતે ચાલું રહી, જ્યારે કતાર વાયુસેનાના વિમાને દેશની સુરક્ષા પર નજર રાખવા માટે ઉડાન ભરી. એક નિવેદનમાં ઈઝરાયેલના સુરક્ષા દળોએ કહ્યું કે આ હુમલાનું લક્ષ્ય આતંકવાદી સંગઠનના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવવાનું હતું. જે 7 ઓક્ટોબરે હમાસ હુમલા માટે જવાબદાર છે. IDFએ કહ્યું કે તે હમાસની વિરૂદ્ધ દૃઢ સંકલ્પની સાથે ઓપરેશન ચાલું રાખશે. બીજી તરફ કતાર સરકારે આ હુમલાને કાયરતાપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવ્યું છે.   

  • Follow us on: