લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે. આ જાપાની ભૂકંપ સ્કેલ પરનો સૌથી મજબૂત ભૂકંપ હોવાનું કહેવાય છે.

જાપાનમાં ધરા ધ્રૂજી 

જાપાનમાં એક પ્રચંડ ભૂકંપ આવ્યો છે. દેશના દક્ષિણ ભાગમાં આવેલી આ દુર્ઘટના બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા 7.1ની હોવાનું જાણવા મળ્યું છે. ચેતવણીઓ સૂચવે છે કે મોજા ઘણા ફૂટ ઉંચા ઉછળી શકે છે. સ્થાનિક એજન્સીએ જાપાનના ઓછામાં ઓછા સાત પ્રદેશો માટે ભૂકંપની ચેતવણી પણ જારી કરી છે. જાપાન હવામાન એજન્સી અનુસાર, કુમામોટોમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ જાપાનના ભૂકંપ સ્કેલ પરનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવે છે. જેની તીવ્રતા 7 છે.

સુનામીની ચેતવણી જાહેર 

એજન્સીનું કહેવું છે કે ટોક્યોથી લગભગ 900 કિમી દૂર કુમામોટોના પશ્ચિમ કિનારે સ્થિત એરિયાકે ખાડી માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. 2016 માં, કુમામોટોમાં પણ એક વિશાળ ભૂકંપ આવ્યો હતો, જેમાં 50 થી વધુ લોકો માર્યા ગયા હતા, 1,800 લોકો ઘાયલ થયા હતા અને હજારો ઘરોનો નાશ થયો હતો.


આ પણ વાંચોઃ સીજેપી વોલન્ટિયર જુનૈદ મલિકે દિલ્હી પોલીસ વિરુદ્ધ Supreme Courtમાં કરી અરજી, ઉત્પીડનનો લગાવ્યો આરોપ