આ પુલનું બાંધકામ લગભગ 2300 વર્ષથી અટકેલું છે. જ્યોર્જિયા મેલોનીએ તેને પૂર્ણ કરવા માટે ફક્ત ત્રણ વર્ષનો લક્ષ્યાંક રાખ્યો છે.
રાષ્ટ્રીય સંરક્ષણ માટે માળખાગત રોકાણ
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મેસિના સ્ટ્રેટ પર પુલ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સરકારનો દાવો છે કે આનાથી દેશના ઉત્તરીય અને દક્ષિણ પ્રદેશો વચ્ચે જોડાણ વધશે. 2022 માં સત્તામાં આવ્યા પછી, વડા પ્રધાન જ્યોર્જિયો મેલોનીની સરકારે આ પ્રોજેક્ટને ફરીથી સક્રિય કર્યો, નાણાકીય અને વહીવટી મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવી અને બાંધકામમાં અવરોધો દૂર કરવા માટે કામ કર્યું. મેલોની સરકારે આને ઇટાલીના રાષ્ટ્રીય સંરક્ષણ માટે આવશ્યક માળખાગત રોકાણ તરીકે વર્ણવ્યું. એકવાર પૂર્ણ થયા પછી, આ પુલ વિશ્વનો સૌથી લાંબો સિંગલ-સ્પાન સસ્પેન્શન બ્રિજ બનશે.
ટ્રમ્પ અને ઇટાલિયન પુલ વચ્ચે શું કનેક્શન ?
મેલોની દ્વારા મેસિના સ્ટ્રેટ પર પુલનું બાંધકામ ફક્ત જાહેર બાંધકામ પ્રોજેક્ટ નથી. નિષ્ણાતો કહે છે કે આ પુલ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા અને નાટો દ્વારા લાદવામાં આવેલા મોટા લશ્કરી ખર્ચ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે પણ બનાવવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે નાટો-સભ્ય યુરોપિયન દેશોને તેમના લશ્કરી અને સંરક્ષણ પર ભારે ખર્ચ કરવા દબાણ કર્યું છે. હવે, નાટો દેશોએ તેમના અર્થતંત્રના 5% લશ્કર પર ખર્ચ કરવા પડશે. પહેલાં, તે ફક્ત 2 ટકા હતું. આ પરિસ્થિતિએ યુરોપિયન દેશોના પહેલાથી જ તંગ બજેટને વધુ ખરાબ કર્યું છે. જેનાથી ઇટાલી સહિત તેમના નાણાકીય અને આર્થિક પડકારો વધુ ખરાબ થયા છે.
ઇટાલીને શુ ફાયદો ?
મેસિના સ્ટ્રેટ પર પુલના નિર્માણથી દેશના દક્ષિણ અને ઉત્તરીય પ્રદેશો વચ્ચે રોડ અને રેલ બંને રીતે જોડાણ સ્થાપિત થશે. આનાથી બંને પ્રદેશો વચ્ચે મુસાફરીનો સમય અને અંતર ઘટશે. વધુમાં, બંને પ્રદેશો વચ્ચે માલ પરિવહનમાં સુધારો થશે. આનાથી ઇટાલિયન અર્થતંત્રને ફાયદો થશે. તેના GDPના 5% લશ્કર પર ખર્ચ કરવા છતાં, ઇટાલી પર બોજ નહીં પડે. મેસિના સ્ટ્રેટ દક્ષિણ ઇટાલીમાં સ્થિત એક સાંકડો દરિયાઈ માર્ગ છે. તે ઇટાલીની મુખ્ય ભૂમિને સિસિલી ટાપુથી અલગ કરે છે. આ જળમાર્ગ ભૂમધ્ય સમુદ્રમાં ટાયરેનિયન સમુદ્ર અને આયોનિયન સમુદ્રને જોડે છે. આ માર્ગ લગભગ 32 કિલોમીટર લાંબો છે અને તેના સૌથી સાંકડા બિંદુએ માત્ર 3.1 કિલોમીટર પહોળો છે. તે જ સમયે, મેસિના શહેરની નજીક, તે થોડો પહોળો થાય છે અને લગભગ 5.1 કિલોમીટર થઈ જાય છે.
આ પણ વાંચોઃ માઇક્રોસોફ્ટે નોકરીમાંથી કાઢી મુકેલા કર્મચારીઓને આપશે 9 મહિનાનો પગાર, જાણો કોને મળશે લાભ?
