મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધ સતત વધી રહ્યું છે. શનિવારે, ઈરાને હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક યુએસ અને યુકે લશ્કરી મથક ડિએગો ગાર્સિયા પર બે મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા. હુમલા પછી તરત જ, દુબઈમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય થઈ ગઈ અને મોટા વિસ્ફોટો સંભળાયા. હિંદ મહાસાગરમાં યુદ્ધનો આ વિસ્તાર 4 માર્ચે યુએસ સબમરીન દ્વારા ઈરાની યુદ્ધ જહાજ આઇરિસ દેનાને ડૂબાડવાની ઘટના પછી થયો છે, જેમાં 85 થી વધુ લોકો માર્યા ગયા હતા.
યુદ્ધ સમાપ્તની સંકેત વચ્ચે ઇરાનનો ભીષણ હુમલો
આજે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો 22મો દિવસ છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે. દરમિયાન ઈરાને અમેરિકા પર મોટો હુમલો કર્યોના સમાચાર સામે આવ્યા છે. ઈરાને ડિએગો ગાર્સિયામાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી મથક તરફ બે મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. ઈરાની પ્રદેશથી લગભગ 4,000 કિલોમીટર દૂર આવેલા ડિએગો ગાર્સિયા બેઝ પરનો હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો અને દુર્લભ હુમલો માનવામાં આવે છે.
ડિએગો ગાર્સિયા પર મિસાઈલ હુમલો નિષ્ફળ, અધિકારીનો દાવો
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ઇરાન દ્વારા છોડવામાં આવેલ એક મિસાઇલ ઉડાન દરમિયાન નિષ્ફળ ગઈ હતી. એક યુએસ યુદ્ધ જહાજે બીજા મિસાઇલને અટકાવવા માટે SM-3 ઇન્ટરસેપ્ટર છોડ્યું હતું, પરંતુ તે સફળતાપૂર્વક નાશ પામ્યું હતું કે નહીં તે સ્પષ્ટ નથી. અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે હુમલો ક્યારે થયો હતો. જો કે, યુએસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી બંને મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી.
ઇરાનના ડિએગો ગાર્સિયા પર હુમલાથી વધી ચિંતા
ડિએગો ગાર્સિયા ચાગોસ ટાપુઓમાં સ્થિત છે અને તે એક મુખ્ય યુએસ-યુકે લશ્કરી થાણું છે જેનો ઉપયોગ અફઘાનિસ્તાન અને ઇરાકમાં યુએસ બોમ્બમારા કામગીરી માટે સ્ટેજીંગ હબ તરીકે કરવામાં આવે છે. ઈરાન દ્વારા ડિએગો ગાર્સિયાને નિશાન બનાવવાથી લશ્કરી નિષ્ણાતોમાં ચિંતા વધી ગઈ છે. અત્યાર સુધી, ઈરાનની મિસાઈલ રેન્જ મર્યાદિત માનવામાં આવતી હતી, પરંતુ 4,000 કિલોમીટર દૂરથી હુમલો કરવાનો પ્રયાસ દર્શાવે છે કે તેહરાન હવે યુરોપમાં લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો : સ્વિટ્ઝર્લૅન્ડ Iran પર હુમલો કરવા માટે Americaને દારૂગોળો આપશે નહીં, હથિયારોના વેચાણ પર પ્રતિબંધ