અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ:ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી 40 મિનિટની વાતચીત પર મહત્વની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ સારી વાતચીત થઈ છે."વોશિંગ્ટનમાં એક રિપોર્ટરના સવાલનો જવાબ આપતા ટ્રમ્પે પીએમ મોદીને પોતાના પાકા મિત્ર ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું, "મેં તેમની સાથે વાત કરી, તેઓ મારા મિત્ર છે, ભારતથી છે અને તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે."

પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે ટ્રમ્પનો મોદીને ફોન

લાસ વેગાસ જતી વખતે ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યા બાદ ટ્રમ્પ અને મોદી વચ્ચે આ પ્રથમ વાતચીત હતી. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા કરી હતી. ટ્રમ્પે ઈરાન સાથે 7 એપ્રિલથી બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે અને હવે શાંતિ વાટાઘાટોના બીજા તબક્કાના પ્રયાસો ચાલુ છે.

શું વાતચીત થઈ?

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરના જણાવ્યા અનુસાર, વાતચીતના અંતે ટ્રમ્પે મોદીને કહ્યું, "અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ." બંને નેતાઓએ હોર્મુઝ જળમાર્ગને ખુલ્લી અને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને પશ્ચિમ એશિયામાં શાંતિની હિમાયત કરી હતી. બીજી તરફ, ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન યુરેનિયમ સંવર્ધન રોકવા તૈયાર થઈ ગયું છે, જોકે ઈરાન તરફથી હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.


આ પણ વાંચો: Lebanon-Israel Ceasefire : લેબનાન-ઈઝરાયેલ વચ્ચે થયું સીઝફાયર, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત