ક્યારેક જીવનમાં એવી વસ્તુઓ હોય છે જે દેખાવમાં નાની લાગે છે, પરંતુ તેની પાછળ છુપાયેલી કહાની તેને અમૂલ્ય બનાવી દે છે. આવું જ કંઈક બન્યું છે એક પાતળા, અડધા મીટરથી પણ ઓછા લાંબા ધાતુના તાર સાથે, જેની કિંમત આજે લગભગ ₹4 લાખ સુધી પહોંચી ગઈ છે.
કોઇ સામાન્ય વાયર નથી
આ તાર કોઈ સામાન્ય વાયર નથી. આ એ ગિટારનો તૂટેલો તાર છે, જે એક સમયે દુનિયાની સૌથી લોકપ્રિય બેન્ડ ‘બીટલ્સ’ના સભ્ય જ્યોર્જ હેરિસને વગાડ્યો હતો. 1963ના એક લાઈવ કોન્સર્ટ દરમિયાન, જ્યોર્જ હેરિસનની ગિટારનો તાર તૂટી ગયો હતો. તે સમયે માત્ર 15 વર્ષની એલિઝાબેથ નામની કિશોરીએ આ તારને સ્ટેજ પરથી ઉઠાવી લીધો અને તેને પોતાની યાદગાર તરીકે સાચવી રાખ્યો.
સૌથી મોટી યાદ
એલિઝાબેથ માત્ર તાર જ નહીં, પરંતુ તે દિવસની સૌથી મોટી યાદ પણ સાથે લઈ ગઈ. બીટલ્સના ચારેય સભ્યોના ઓટોગ્રાફ. કોન્સર્ટ પછી તેણે પોતાના હાથ પર લીધા હતા, પરંતુ ઘરે પહોંચતા જ તેના પિતાએ તેને ધોવા કહ્યું. એ ક્ષણ એલિઝાબેથ માટે દિલ તોડનારી હતી, પરંતુ નસીબ સારું કે તેની ઓટોગ્રાફ બુક સુરક્ષિત રહી. આ બુકમાં માત્ર બીટલ્સ જ નહીં, પરંતુ રોલિંગ સ્ટોન્સ, ક્લિફ રિચાર્ડ, એડમ ફેઇથ, ડેલ શેનોન જેવા 1960ના દાયકાના મોટા પોપ સ્ટાર્સના હસ્તાક્ષર પણ છે. એટલે જ આ આખું સંગ્રહ આજે સંગીતપ્રેમીઓ અને કલેક્ટર્સ માટે ખજાના સમાન બની ગયું છે.
60 વર્ષ પછી બુક હરાજીમાં મુકાઇ
હવે, લગભગ 60 વર્ષ પછી, આ તૂટેલો ગિટારનો તાર અને ઓટોગ્રાફ બુક હરાજીમાં મુકાઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે તેની કિંમત $4,000 થી $5,300 (અંદાજે ₹4 લાખ) અથવા તેનાથી પણ વધારે જઈ શકે છે. કારણ કે બીટલ્સ માત્ર એક બેન્ડ નહોતી, તે એક યુગ, એક ભાવના અને એક ઇતિહાસ હતા. ચાહકો માટે તેમના મનપસંદ સ્ટાર સાથે જોડાયેલી નાનીથી નાની વસ્તુ પણ અનમોલ બની જાય છે. ક્યારેક એક તૂટેલો તાર પણ સંગીતના સોનાના યુગની જીવતી નિશાની બની જાય છે.
આ પણ વાંચો : Viral News : London સબવેમાં પેન્ટ વગર લોકો! કારણ જાણીને તમે પણ હસશો