અમેરિકા તરફથી ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓ અને તેના પછી ઈઝરાયલ પર ઈરાનની મિસાઈલોના વરસાદ પછી પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે. આ વચ્ચે સાઉદી અરબ, કતર અને ઓમાન તેમજ પાકિસ્તાને પણ આ સંકટ પર પોતાનું સ્ટેન્ડ દુનિયા સમક્ષ રાખ્યું છે.
ઈઝરાયલ ઈરાનના યુદ્ધમાં એ સ્પષ્ટ છે કે પશ્ચિમ દેશ પુરી રીતે ઈઝરાયલનો સાથ આપી રહ્યા છે. જો કે ઈરાન તરફથી હજી સુધી કોઈ ખુલીને બોલી રહ્યું નહોતું. પરંતું અમેરિકાના આ કૃત્ય બાદ કેટલાક મુસ્લિમ દેશો અમેરિકાને ધમકી આપી રહ્યા છે. મજાની વાત તો એ છે કે પાકિસ્તાન પણ આ લાઈનમાં હાજર છે. જેના ફિલ્ડ માર્શલ થોડા દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પનું નમક ખાઈને પાછા આવ્યા છે.













