નાસાનો આર્ટેમિસ કાર્યક્રમ ચંદ્ર પર મનુષ્યને પરત મોકલવાનો એક મોટો પ્લાન છે. તેનું બીજું મિશન આર્ટેમિસ-2 ફેબ્રુઆરી 2026માં લોન્ચ થઈ શકે છે. તે 1972ના અપોલો-17 બાદ પ્રથમ માનવ મિશન હશે, જે ચંદ્રની આસપાસ જશે. આ મિશન લગભગ 10 દિવસનું હશે.


ક્યારે કરાશે લોન્ચ?

તમને જણાવી દઈએ કે આ મિશનની લોન્ચિંગ તારીખ લગભગ 5 કે 6 ફેબ્રુઆરી 2026 છે, જો તેમાં કોઈ મુશ્કેલી આવશે તો તેને એપ્રિલ 2026માં લોન્ચ કરવામાં આવશે. અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ કોમ્પ્લેક્સ 39Bથી લોન્ચ કરાશે. ઉલ્લેખનીય છે કે આ સેન્ટરથી અપોલો મિશન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS)- દુનિયાના સૌથી શક્તિશાળી રોકેટ. આ બ્લોક-1 વર્ઝનમાં હશે. SLS ચંદ્ર સુધી ઓરિયન સ્પેસક્રાફ્ટ, એસ્ટ્રોનોટ્સ અને કાર્ગોને એક સાથે મોકલી શકે છે.

સ્પેસક્રાફ્ટ- ઓરિયન- ચાર લોકો માટે બનેલી કેપ્સુલ છે. તેમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ, નેવિગેશન અને કોમ્યુનિકેશનની આધુનિક ટેક્નોલોજી છે. ઓરિયન ચંદ્રની આસપાસ ફરીને પરત આવશે.

કયા કયા એસ્ટ્રોનોટને મોકલવામાં આવશે?

  • રિડ વાઈઝમેન- (કમાન્ડર, નાસા) અનુભવી એસ્ટ્રોનોટ
  • વિક્ટર ગ્લોવર (પાયલટ, નાસા)- પ્રથમવાર કોઈ અશ્વેત વ્યક્તિ ચંદ્રની આટલી નજીક જશે.
  • ક્રિસ્ટીના કોચ (મિશન સ્પેશલિસ્ટ, નાસા)- સૌથી લાંબા સમય સુધી સ્પેસમાં રહેનારી મહિલાનો રેકોર્ડ
  • જેરમી હેન્સન- (મિશન સ્પેશિયાલિસ્ટ, કેનેડિયન સ્પેસ એજન્સી)- પ્રથમવાર, કોઈ બિન-અમેરિકન ચંદ્રની આટલી નજીક જશે.

કેટલા દિવસનું રહેશે મિશન?

આ મિશનનો સમય લગભગ 10 દિવસનો રહેશે. જેમાં ચંદ્રની ફ્રી-રિટર્ન પરિક્રમા, પહેલા પૃથ્વીની કેટલીક વાર પરિક્રમા કરાશે, ત્યારબાદ ચંદ્રની પાછળથી પસાર થશે અને પરત ફરશે. ચંદ્રની સૌથી નજીકનું અંતર આશરે 7,400 કિલોમીટર હશે. ત્યાં કોઈ લેન્ડિંગ થશે નહીં, માત્ર ફરીને પાછા ફરવું પડશે. ઓરિયન અને SLSનું ટેસ્ટિંગ મનુષ્ટની સાથે. લાઈફ સપોર્ટ સિસ્ટમ, નેવિગેશન વગેરે ચેક કરવાનું. આ આર્ટેમિસ-3 (જે લગભગ 2027માં ચંદ્ર પર લેન્ડીંગ) કરવાન તૈયારી છે. આ મિશન ચંદ્ર પર સ્થાઈ બેઝ બનાવવા અને મંગળ પર જવાનો રસ્તો તૈયાર કરશે. 2022ના આર્ટેમિસ-1ની સફળતા બાદ હવે મનુષ્યની સાથે ટેસ્ટિંગ કરાશે. જો યોગ્ય રહેશે તો 2027માં ચંદ્ર પર ઉતારાશે. આ અંતરિક્ષ ઈતિહાસનો નવો અધ્યાય હશે. 

આ પણ વાંચો: Venezuela Crisis: વેનેઝુએલા બાદ અમેરિકા કયા દેશો પર કરી શકે છે હુમલો?, Donald Trumpની જાન્યુઆરી 2026ની યોજના થઇ જાહેર


  • Follow us on: