સપ્ટેમ્બરના મધ્યથી ઓક્ટોબરના મધ્ય સુધીમાં, નેપાળે ભારતને 633.986 મિલિયન યુનિટ વીજળી વેચી હતી. 

ભારતીય રૂપિયાથી વધુની કમાણી 

ઓગસ્ટમાં અચાનક આવેલા પૂરથી નેપાળના અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સને નુકસાન થયું હતું. તેમ છતાં, વીજળી નિકાસ ચાલુ રહી હતી. આ સમયગાળા દરમિયાન, નેપાળે 5.925 અબજ નેપાળી રૂપિયા અથવા 370 કરોડ ભારતીય રૂપિયાથી વધુની કમાણી કરી. નિકાસ કરાયેલી વીજળીનો બે તૃતીયાંશ ભાગ ભારત સાથે દ્વિપક્ષીય વીજળી વેચાણ કરાર હેઠળ મોકલવામાં આવ્યો હતો.

ભારતના નેટવર્ક દ્વારા બાંગ્લાદેશમાં નિકાસ ફરી શરૂ 

નેપાળે ભારતના ટ્રાન્સમિશન નેટવર્ક દ્વારા બાંગ્લાદેશમાં 40 મેગાવોટ વીજળીની નિકાસ પણ ફરી શરૂ કરી. નેપાળ-તિબેટ સરહદ નજીક અચાનક આવેલા પૂરથી ત્રિશુલી અને ચિલીમે જળવિદ્યુત પ્લાન્ટને નુકસાન થયું, જેને અગાઉ બાંગ્લાદેશને વીજળી પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી હતી. NEAના મેનેજિંગ ડિરેક્ટર દીર્ઘયુ કુમાર શ્રેષ્ઠાના કહ્યા મુજબ, ભારતના સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા અન્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સમાંથી ઉત્પન્ન થતી વીજળી બાંગ્લાદેશમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી મળ્યા પછી બાંગ્લાદેશમાં વીજળી નિકાસ ફરી શરૂ થઈ શકે છે.

નેપાળમાં પૂરથી ભારે હોનારત 

26 ઓગસ્ટના રોજ, નેપાળ-તિબેટ સરહદ નજીક ઊંચા હિમાલયમાં બરફ અને ખડકોના હિમપ્રપાતને કારણે આવેલા અચાનક પૂરે ઉત્તર અને મધ્ય નેપાળના નગરો અને ગામડાઓને તબાહ કરી દીધા. આ દુર્ઘટનામાં લગભગ 1,400 લોકો માર્યા ગયા, જ્યારે 5,000 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પૂરથી ઘરો, વાહનો, રસ્તાઓ, પુલો અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સને નુકસાન થયું હતુ.

આ પણ વાંચોઃ સર્બિયામાં વિદ્યાર્થી આંદોલને 14 વર્ષ જૂની સત્તા ઉખાડી ફેંકી!, જાણો શુ છે માહોલ?