વુસિકની જમણેરી પાર્ટી, સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટીએ વિદ્યાર્થી આંદોલનનો સામનો કર્યો હતો. વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી સરકારનો વિરોધ કરી રહ્યા હતા.
એલેક્ઝાન્ડર વુસિકના આરોપ
સર્બિયાના 6.4 મિલિયન મતદારો 250 બેઠકોવાળી સંસદમાં સભ્યોને ચૂંટતા હતા. વિદ્યાર્થી-સમર્થિત સ્ટુડન્ટ્સ લિસ્ટને 135 બેઠકો અને તેમની પાર્ટીને 105 બેઠકો મળવાનો અંદાજ છે. વુસિકે પોતાની હાર માટે સ્વતંત્ર મીડિયા, કેટલાક યુરોપિયન દેશોની દખલગીરી અને અમેરિકાને જવાબદાર ઠેરવ્યા હતા. વુસિકના મતે, તેમની પાર્ટીને લગભગ 1.7 મિલિયન મત મળ્યા હતા. જ્યારે વિદ્યાર્થી ચળવળને 2.2 મિલિયન મત મળ્યા હતા.
બેલગ્રેડમાં સમર્થકો રસ્તા પર ઉતર્યા
પરિણામો જાહેર થતાં જ, વિદ્યાર્થી ચળવળના સમર્થકોએ રાજધાની બેલગ્રેડ અને અન્ય શહેરોમાં ઉજવણી કરી હતી. લોકોએ કારના હોર્ન વગાડ્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. "એલેક્ઝાન્ડર ગયો." મતદાન દરમિયાન તણાવ વધતાં, પોલીસે બેલગ્રેડમાં ચૂંટણી પંચના મુખ્યાલયને ઘેરી લીધું હતુ. રમખાણોના સાધનોથી સજ્જ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. વુસિકના સમર્થકો એક વર્ષથી વધુ સમયથી શહેરના એક પાર્કમાં છાવણી કરી રહ્યા હતા. કાળા પોશાક પહેરેલા લોકોના જૂથો પણ અનેક સ્થળોએ જોવા મળ્યા હતા.
ભ્રષ્ટાચારના આરોપોએ વિરોધ પ્રદર્શનોને વેગ આપ્યો
રાષ્ટ્રપતિ તરીકે લગભગ બે ટર્મ સેવા આપ્યા બાદ, વુસિક વડા પ્રધાન બનવા માંગતા હતા. તેમણે ગયા મહિને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી અને પ્રચાર શરૂ કર્યો હતો. 2024માં, નોવી સેડ રેલ્વે સ્ટેશન પર કોંક્રિટનો છત્ર તૂટી પડ્યો હતો. જેમાં 16 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ, યુવાનોએ ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને સ્ટેશનના સમારકામમાં અનિયમિતતાઓનો આરોપ લગાવતા વિરોધ શરૂ કર્યો હતો.
આ પણ વાંચોઃ ભારતીય સુપરફૂડ્સ બિહારના મખાનાથી લઈને કાળા ચોખા ક્યાં-ક્યાં થાય છે એક્સપોર્ટ?, જાણો
