નેપાળમાં હિમનદી તૂટી પડવાને કારણે આવેલી વિનાશક આપત્તિમાં મૃત્યુઆંક વધીને લગભગ 600 (587) સુધી પહોંચી ગયો છે, જ્યારે આશરે 2,500 લોકો હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં 90,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓ અને પુલો ધોવાઈ જવાથી રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ફસાયેલા ભારતીયોની સ્થિતિ
આ હોનારતમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ અસરગ્રસ્ત થયા છે.320 ભારતીયો અને 100 ભારતીય મૂળના લોકોનો હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી.આમાંથી આશરે 100 લોકો ત્રિશુલી જળવિદ્યુત પ્રોજેક્ટમાં ફસાયેલા હોવાની આશંકા છે.રાહતની વાત એ છે કે તિબેટમાં ફસાયેલા 400 ભારતીયો સુરક્ષિત હોવાના અહેવાલ છે, જ્યારે 96 ભારતીયો સરહદ પાર કરીને નેપાળ પહોંચવામાં સફળ રહ્યા છે.ભારત સરકારે નેપાળ માટે રાહત સામગ્રીના બે કન્સાઇન્મેન્ટ પણ મોકલી આપ્યા છે.
હોનારતનું મુખ્ય કારણ
આ આપત્તિ ઊંચા પર્વતોમાં ગ્લેશિયર (હિમનદી) તૂટવાના કારણે શરૂ થઈ હતી. બરફ, ખડકો અને કાટમાળનો એક મોટો જથ્થો લેન્ડી નદીમાં પડ્યો હતો, જેનાથી પાણીનો પ્રવાહ અટકાઈ ગયો હતો. બાદમાં આ કુદરતી ડેમ તૂટતાં કાદવ અને કાટમાળનો ચંડ પ્રવાહ નીચે તરફ ધસી આવ્યો હતો. તેણે ભોટેકોશી અને ત્રિશુલી નદીઓના કાંઠાના વિસ્તારો, વસાહતો, રસ્તાઓ અને પાવર પ્રોજેક્ટ્સને તબાહ કરી દીધા હતા.
https://twitter.com/ANI/status/2093260207644365172
હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને ટનલો પર અસર
જળવિદ્યુત પ્રોજેક્ટ્સને આ પૂરે ભારે નુકસાન પહોંચાડ્યું છે. 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા 933 કામદારો ગુમ થયા હતા, જેમાંથી 254 લોકોને બચાવી લેવાયા છે. એકલા ઉપલા ત્રિશુલી-1 પ્રોજેક્ટના જ 576 કામદારો ગુમ છે, જેમાંના ઘણા ટનલોમાં ફસાયા હોવાની આશંકા છે.
બીજા પૂરનો ભય અને વર્તમાન સ્થિતિ
કાટમાળના કારણે ભોટેકોશી નદીના ઉપરના ભાગમાં એક કામચલાઉ તળાવ બની ગયું છે, જેમાં આશરે 20 લાખ ઘનમીટર પાણી એકઠું થયું છે. જો આ અવરોધ તૂટશે, તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી અચાનક પૂર આવી શકે છે. જોકે, હાલમાં ભોટેકોશી અને ત્રિશુલી નદીઓનું પાણીનું સ્તર સામાન્ય છે, છતાં પણ સત્તામંડળ દ્વારા સ્થાનિકો અને રાહત ટીમોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આ દુર્ઘટનાની અસર ચીનના તિબેટ (ગૈરોંગ કાઉન્ટી) સુધી પણ જોવા મળી છે, જ્યાં 5 લોકોના મોત અને 558 લોકો ગુમ થયા છે.
આ પણ વાંચોઃ Nepal Flood News : વિનાશક પૂર દુર્ઘટનામાં વિશ્વના 30 દેશોના લોકો ગુમ, માત્ર અમેરિકાના 90 લોકો ગાયબ