Gen-Zઓનું આક્રમક પ્રદર્શન રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે. અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ફાયરિંગ કરતા હમણા સુધી 14 લોકોના મોત નિપજ્યા છે. પરિસ્થિતિ વધુ વિકટ બનતા સેનાએ મોર્ચો સંભાળ્યો છે.

હિંસક બન્યુ આંદોલન

નેપાળની રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. હજારો Gen-Zઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. નેપાળના સંસદ પરિસરમાં પ્રદર્શનકારીઓ ઘૂસી આવ્યા હતા. આ જોઈને સરકારે જોતાની સાથે ફાયરિંગના આદેશ આપ્યો હતો. આ પ્રદર્શનકારીઓ નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે કાઠમંડુમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.

કાઠમંડુ હિંસક આંદોલનના 10 મહત્ત્વના અપડેટ

1. નેપાળમાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. અને 100થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે.

2. નેપાળમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

3. નેપાળ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં નેશનલ ટ્રોમા સેન્ટરમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં બે લોકોના મોત થયા છે.

4. સંસદ ભવનની બહાર ફાયરિંગ યથાવત્ છે. અત્યાર સુધીમાં 35 પ્રદર્શનકારીઓ ગોળીઓથી ઘાયલ થયા છે. પોખરા અને ઇટાહારીમાં પણ ફાયરિંગ કરાયુ છે. પોખરામાં ગંડકી પ્રદેશના મુખ્યમંત્રીના કાર્યાલય પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે.

5. અત્યાર સુધીમાં Gen-Z વિરોધ પ્રદર્શનમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે.

6. કાઠમંડુ વહીવટીતંત્રે તોડફોડ કરનારાઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે.

7. સંસદ ભવનના ગેટ નંબર 2 પાસે પ્રદર્શનકારીઓએ આગ ચાંપી હતી.

8. કાઠમંડુમાં Gen-Z વિરોધ હિંસક બન્યા બાદ, નેપાળી સેનાને તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

9. નેપાળ સરકારે વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે કટોકટી સુરક્ષા બેઠક બોલાવી છે.

10. કાઠમંડુમાં કર્ફ્યુનો આદેશ આપવામાં આવ્યો છે. 4 જિલ્લાઓમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ અથવા બહાર નીકળવા, કોઈપણ પ્રકારના મેળાવડા, સરઘસ, પ્રદર્શન, સભા, ઘેરાબંધી પર પ્રતિબંધ છે.

નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ મૂક્યો?

ફેસબુક, એક્સ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નેપાળ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. 4 સપ્ટેમ્બરના રોજ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કારણ કે આ પ્લેટફોર્મ નેપાળ સરકાર સાથે નોંધાયેલા ન હતા. સરકારે 2024માં એક નવો કાયદો લાગુ કર્યો હતો. જે હેઠળ તમામ સોશિયલ મીડિયા કંપનીઓને નેપાળમાં કામગીરી માટે સ્થાનિક ઓફિસો સ્થાપવાની જરૂર છે અને કરદાતાઓ તરીકે નોંધણી કરાવવી ફરજિયાત હતી. આ નિયમનું પાલન ન થવાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. 

  • Follow us on: