કાઠમાંડુમાં હાલાત સતત તણાવપૂર્ણ બની રહ્યા છે. સંસદ ભવનની બહાર મંગળવાર સવારથી જ પ્રદર્શનકારીઓ વડાપ્રઘાન વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. જો કે રાજધાનીમાં સવારથી કફર્યુ લગાવી દેવામાં આવ્યો છે. પરંતુ રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસ, વડાપ્રધાન આવાસ, સિંહદરબાહ અને સંસદ ભવનની આસપાલ પ્રતિંબધ જારી છે.


નેપાળમાં યુવાનોનો વિરોધ હિંસક બન્યો

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ વિરુદ્ધ યુવાનોના વિરોધ પ્રદર્શન હિંસક થઈ ગયા જેમાં 20 લોકોના મોત થયા છે અને 347 લોકો ઘાયલ થયા છે. અનેક જગ્યાએ પોલીસ અને પ્રદર્શકો વચ્ચે અથડામણ થઈ. કાઠમાંડુમાં પ્રદર્શકો સંસદ ભવનના પરિસરમાં ઘૂસીને તોડફોડ કરી. આ વિરોધો પોખરા, બુટવાલ, ભૈરહવા, ભરતપુર, ઇટહારી અને દમક સુધી ફેલાયા.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાઠમાંડુ સહિત ઘણા શહેરોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો અને સેનાની તૈનાતી પણ કરવામાં આવી. બેકાબૂ હિંસા બાદ નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકએ રાજીનામું આપી દીધું. જોકે, મોડીરાતે નેપાળ સરકાર વળી ગઈ અને સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવી દીધો. ગૃહમંત્રી બાદ કૃષિ મંત્રીએ પણ રાજીનામું આપ્યુ છે.

ઓલીના બદલાયા સૂર, કહ્યું—માહોલ બનશે

દિવસભરની વ્યાપક હિંસા બાદ વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીએ પણ પોતાનો અભિગમ બદલ્યો. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, હું ઝેન-ઝી પેઢીના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી દુઃખદ ઘટનાથી ખૂબ દુઃખી છું. અમને વિશ્વાસ હતો કે અમારા બાળકો શાંતિપૂર્ણ રીતે પોતાની માંગો રાખશે, પરંતુ સ્વાર્થલાલચી તત્વોએ વિરોધમાં ઘૂસપેઠ કરી. જેના કારણે સર્જાયેલી પરિસ્થિતિએ નાગરિકોના જાનહાનિ જેવી દુઃખદ ઘટનાઓ સર્જી છે. સરકાર ક્યારેય સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવા માટે ઈચ્છુક નહોતી અને હવે તેની યોગ્ય રીતે ઉપયોગ માટે માહોલ સુનિશ્ચિત કરશે.

15 દિવસમાં આવશે રિપોર્ટ

વડાપ્રધાન ઓલીએ આગળ જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં સતત વિરોધ કરવાની જરૂર ન હતી. આ સ્થિતિ વધુ આગળ નહીં વધવા દેવામાં આવશે. હું આપને ખાતરી આપું છું કે આજની સમગ્ર ઘટના, નુકસાન અને પરિસ્થિતિના કારણો માટે તપાસ સમિતિ રચાશે. આવનારા સમયમાં આવી ઘટનાને અટકાવવા માટે લેવાના પગલાં અંગે ભલામણ કરતો અહેવાલ 15 દિવસમાં રજૂ કરાશે."આ પહેલાં નેપાળના સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે જણાવ્યું હતું કે સરકારે કેબિનેટની આપાતકાલીન બેઠકમાં સોશિયલ મીડિયા પરના પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

  • Follow us on: