અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાંથી એક અનોખી અને વિવાદાસ્પદ સ્પર્ધાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો "ચીની જાસૂસો" ના પોશાકમાં જોવા મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ સ્પર્ધા Nvidia ના ભૂતપૂર્વ CEO જેન્સન હુઆંગ અને એલિસ હુઆંગ સાથે જોડાયેલા વિવાદ બાદ યોજાઈ હતી. વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોમાં બે મત જોવા મળી રહ્યા છે; કેટલાક તેને રમુજી અને મનોરંજક ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેને અસંવેદનશીલ અને જાતિવાદી કહીને ટીકા કરી રહ્યા છે.
વોશિંગ્ટન સ્ક્વેર પાર્કમાં શું જોવા મળ્યું?
આ વાયરલ વીડિયો 21 નવેમ્બરના રોજ ન્યૂ યોર્કના વોશિંગ્ટન સ્ક્વેર પાર્કમાં શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વીડિયોમાં અનેક લોકો જાસૂસોના વેશમાં દેખાય છે. તેમાં એક પુરુષ જેન્સન હુઆંગના લુકમાં જ્યારે કેટલીક મહિલાઓ એલિસ હુઆંગના પોશાકમાં જોવા મળે છે. સ્પર્ધકોએ જાસૂસી જેવી પ્રવૃત્તિઓનો અભિનય કર્યો હતો, જેમાં કેટલાક લોકો ગુપ્ત દસ્તાવેજો ચોરવાનો અને અન્ય લોકો જાસૂસી કરવાનો ડોળ કરતા નજરે પડ્યા હતા. આ સ્પર્ધા ફેક્ટમશીન અને પ્રેઝ દ્વારા આયોજિત કરાઈ હોવાનું જણાવાય છે, જેમાં આશરે 10 મહિલાઓએ ભાગ લીધો હતો. વિજેતા માટે $50 (આશરે ₹4,600) નું રોકડ ઇનામ રાખવામાં આવ્યું હતું અને વિજેતાની પસંદગી QR કોડ દ્વારા મતદાન કરીને કરવામાં આવી હતી.
https://www.instagram.com/reel/DgBUG6Yu0bD/?utm_source=ig_web_copy_link&knvt=NTc4MTIwNjQ2YQ==
