ન્યૂયોર્કમાં 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકર અને એક પાકિસ્તાની પત્રકાર વચ્ચે સવાલ-જવાબનો મામલો ચર્ચામાં આવ્યો છે. પ્રેસ વાતચીત દરમિયાન પત્રકારે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતો સવાલ કર્યો હતો. અહેવાલ મુજબ જયશંકરે આ સવાલનો સીધો જવાબ આપ્યો હતો.
પત્રકારે ભારત પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો સવાલ કર્યો
પત્રકારે સવાલ કર્યો હતો કે ભારત સરકાર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રાયોજિત કરવાનું ક્યારે બંધ કરશે. સવાલ દરમિયાન તેણે ભારત પર કથિત પ્રોક્સી આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.
જયશંકરનો ટૂંકો અને સણસણતો જવાબ
સવાલ સાંભળ્યા બાદ એસ. જયશંકરે કહ્યું હતું: “એક આતંકવાદી દેશ મને આ સવાલ પૂછી રહ્યો છે.? ” આ જવાબ બાદ તેઓ સ્મિત કરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.
https://twitter.com/ANI/status/2103485379852878208
નાવિકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો
આ કાર્યક્રમો દરમિયાન જયશંકરે સમુદ્રી નાવિકોની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સમુદ્રમાં નાવિકો પર થતા હુમલા અને જાનમાલનું નુકસાન કોઈ પણ રીતે યોગ્ય નથી અને આવા હુમલા અટકવા જોઈએ.
25 દેશો સાથે નાવિકોની સુરક્ષા પર પહેલ
જયશંકરે જણાવ્યું હતું કે ભારતે નાવિકોની સુરક્ષાના મુદ્દે લાઇબેરિયા સાથે સહયોગ કર્યો છે અને સમાન હિત ધરાવતા અન્ય દેશો તથા મોટા જહાજ માલિકોને પણ સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ નાવિકો અને વ્યાપારી જહાજ વ્યવસાય સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા માટે યોજાયેલી ‘ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ’ની પ્રથમ બેઠકમાં 25 દેશોએ ભાગ લીધો હતો.
સમુદ્રી કર્મચારીઓની સુરક્ષા પર ભારતનું વલણ
જયશંકરે જણાવ્યું કે વિશ્વના વ્યાપારી જહાજોના સંચાલનમાં લગભગ 20 લાખ સમુદ્રી કર્મચારીઓ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે છે. ભારતે નાવિકોની સુરક્ષાને વૈશ્વિક સ્તરે વધુ મહત્વ મળે તે માટે સહયોગ વધારવાની વાત કરી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : શેષનના ‘બે ગધેડા’થી આજની અસંમતિ સુધી, ચૂંટણી પંચમાં વિવાદોની કહાની