નાઈજીરિયાના સેન્ટ્રલ બેન્યુ રાજ્યના યેલેવાટા ગામમાં હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 100 લોકોના મોત નિપજ્યા છે. આ જાણકારી એમનેસ્ટી ઈન્ટરનેશનલ નાઈજિરિયાએ શનિવારે આપી હતી. સંગઠને જણાવ્યું હતું કે આ હુમલો શુક્રવાર મોડી રાત સુધી ચાલુ રહ્યો.
અમનેસ્ટીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે હજી પણ ઘણા લોકો લાપતા છે. કેટલાય લોકો ઘાયલ છે, તેમને યોગ્ય સારવાર મળી રહી નથી. ઘણા પરિવારોને તેમણે રૂમમાં બંધ કરીને સળગાવી દીધા. તેમણે જણાવ્યું હતું કે બેન્યૂ રાજયમાં હુમલાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને હુમલાખોરો ડર્યા વગર લોકોની હત્યા કરી રહ્યા છે. આ હુમલાઓને કારણ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થઈ ગયા છે. મોટા ભાગે પિડીતો ખેડૂતો છે આથી તેમની ખેતીવાડી પર પણ સંકટ છવાયું છે.













