નાઈજીરિયાના ઈડો રાજ્યમાં એક એવી ઘટના બની કે તમે પણ વાંચીને ચૌંકી ઉઠશો,પ્રેમિકાએ બદલો લેવા માટે તેના પૂર્વ પ્રેમીને કિલર સૂપ આપ્યો હતો અને તેનો સ્વાદ ચાખ્યા બાદ 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.તેના ભૂતપૂર્વ પ્રેમી પાસેથી બદલો લેવા માટે, એક છોકરીએ તેના સૂપમાં ઝેર ભેળવ્યું. આ 'કિલર' સૂપ પીવાથી પાંચ લોકોના મોત થયા હતા.સ્થાનિક પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે. તેમજ યુવતીની ધરપકડ કરવામાં આવી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
બદલો લેવા રચ્યું કારસ્તાન
બદલો લેવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક છોકરીએ એવું કાવતરું રચ્યું કે સાંભળીને કોઈ પણ ચોંકી જશે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, એક જ પરિવારના સભ્યોના મૃતદેહ એક રૂમમાં બંધ હાલતમાં મળી આવ્યા હતા. પરિવારના સભ્યો ક્યાંક બહાર ગયા હતા. જ્યારે તેઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેઓએ ઘરમાં કોઈ હાજર ન જોયું. જ્યારે તપાસ કરવામાં આવી તો એક રૂમની અંદર આ ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. અહીં ઝેરી સૂપ પીવાથી પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મિત્રોના પણ મોત
આ સમગ્ર ઘટના એક છોકરીની આસપાસ ફરતી હોય તેવું લાગી રહ્યું હતું જે તેના પૂર્વ બોયફ્રેન્ડ પાસેથી બદલો લેવા માંગતી હતી. જ્યારે યુવતીએ તેના પૂર્વ બોયફ્રેન્ડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા પરંપરાગત મરચાના સૂપમાં ઝેર ભેળવી દીધું હતું.તેણીનો ઇરાદો માત્ર તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને નિશાન બનાવવાનો હતો, પરંતુ તેણીએ અજાણતામાં અન્ય ચાર લોકોનો જીવ લીધો - જેમાંથી બે ભાઈઓ હતા અને બાકીના ત્રણ તેમના મિત્રો હતા.
ફૂડ પોઈઝનિંગની થઈ અસર
છોકરાએ ઝેરી સૂપ પણ પીધો હતો અને તેને તેના મિત્રો સાથે શેર કર્યું હતું. ઈડો રાજ્ય પોલીસ કમાન્ડના પ્રવક્તા, મુસા યામુએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ મૃત્યુ કેવી રીતે થયા તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ હજુ પણ મૃત્યુનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે, જે પ્રાથમિક રીતે માનવામાં આવે છે કે ઝેરી ઉત્સર્જન ફૂડ પોઈઝનિંગ છે.