નાઈઝીરિયામાં એક ફ્યૂઅલ ટેન્કર રોડ વચ્ચે અકસ્માતનો ભોગ બની ગયું હતું, જે બાદ તેમાંથી ઓઈલ ચોરી કરવા લોકોનું ટોળું એકઠું થઈ. લોકો એટલી સંખ્યામાં એકઠા થયા કે ઓઈલ ટેન્કરમાં મોટો વિસ્ફોટ થઈ ગયો હતો. આ વિસ્ફોટમાં 94 લોકોનાં ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા. જ્યારે 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ ગમખ્વાર ઘટના ઉત્તરી નાઈઝીરિયાના જિગાવા રાજ્યની છે.
ઓઈલ ચોરી લોકોને મોંઘી પડી
નાઈઝીરિયામાં એક ઈંધણ ટેન્કરને મધ્ય રસ્તે અકસ્માત નડયો હતો. જે બાદ તેમાંથી ઓઈલ લેવા સ્થાનિકોએ રીતસરની પડાપડી કરી હતી. અકસ્માતને લઈ આસપાસથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અકસ્માતનો ભોગ બનેલા ટેન્કરમાંથી લોકો ઓઈલ કાઢવા લાગ્યા હતા. નાઈઝીરિયામાં એક ઈંધણ ટેન્કરને મધ્ય રસ્તે અકસ્માત નડયો હતો. જે બાદ તેમાંથી ઓઈલ લેવા સ્થાનિકોએ રીતસરની પડાપડી કરી હતી. અકસ્માતને લઈ આસપાસથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અકસ્માતનો ભોગ બનેલા ટેન્કરમાંથી લોકો ઓઈલ કાઢવા લાગ્યા હતા. આ સમય દરમ્યાન મોટો વિસ્ફોટ થયો જેમાં 94 લોકોનાં મોત થયા હતા. આ ઘટના ઉત્તરી નાઈઝીરિયાના જિગાવા રાજ્યની છે. જેમા અન્ય 50 લોકો ઈજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોતનો આંકડો હજી વધશે
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ટેન્કર પલટી જવાને કારણે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટમાં 90થી વધુ લોકોનાં મોત થયા હતા અને 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ડઝનબંધ લોકો ઓઈલ લેવા માટે વાહન તરફ દોડી રહ્યા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ જીગાવા રાજ્યમાં મધ્યરાત્રિ પછી થયો હતો જ્યારે ટેન્કર ડ્રાઈવરે યુનિવર્સિટી નજીકના હાઈવે પર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ પછી ટેન્કર પલટી ગયું. "જ્યારે વિસ્ફોટ થયો ત્યારે નજીક રહેતા સ્થાનિક લોકો રોડ પર પલટી ગયેલા ટેન્કરમાંથી બળતણ કાઢી રહ્યા હતા," વધુમાં સરકારી પ્રવક્તાએ કહ્યું કે, વિસ્ફોટ બાદ ટેન્કરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી જેથી 94 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.