વિદેશ મંત્રી એસ જયશંકરે પાડોશી દેશ એવા પાકિસ્તાનમાં યોજાયેલા શિખર સંમલેનમાં આજે સંબોધન કર્યું છે. વિદેશ મંત્રીએ આતંકવાદ, ભાગલાવાદ અને કટ્ટરવાદથી તમામ દેશોને બચવાનું આહ્વાન કર્યું હતું. પાકિસ્તાનનું નામ લીધા વગર વિદેશ મંત્રીએ આતંકવાદને લઈ શાબ્દિક પ્રહારો કરી દીધા હતા.
ચીનને પણ આડકતરી રીતે સંભળાવી દીધું
પાકિસ્તાનમાં યોજેયાલી એસસીઓ સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન ઉપરાંત ચીનને પણ આડે હાથ લઈને બરાબરના શાબ્દિક રીતે ખરાખોટી સંભળાવી દીધી હતી. વિદેશ મંત્રીએ એસસીઓ સભ્ય દેશોના સહયોગ એકબીજાને સન્માન અને સાર્વભૌમ સન્માનતા પર વાત કરી તેમજ તમામ દેશને ક્ષેત્રિય અખંડતા અને સાર્વભૌમત્વને માન્યતા પર પણ વાત કરી હતી.
આ દરમિયાન એસ જયશંકરે આગલ કહ્યું કે, એકપક્ષીય એજન્ડાને અનુસરતા દેશોને બદલે વાસ્તવિક ભાગીદારી બાંધવી જોઈએ. વિદેશ મંત્રીએ નામ લીધા વગર CPEC તરફ પણ આંગળી ચીંધી. જયશંકરે કહ્યું કે જો આપણે વિશ્વની માત્ર પસંદગીની પ્રથાઓને જ અનુસરીએ, ખાસ કરીને વેપાર અને વેપાર માર્ગો માટે, તો SCO પ્રગતિ કરી શકશે નહીં.
'આતંકવાદ, ભાગલાવાદ અને કટ્ટરવાદ સામે લડવું જરૂરી છે'
વિદેશ મંત્રી એસ જયશંકરે બેઠકમાં વધુમાં જણાવ્યું હતું કે, SCOનું પ્રાથમિક લક્ષ્ય આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવાનું રહેશે. હાલમાં સભ્ય દેશો માટે આ ત્રણેય દુશ્મનો સામે લડવું જરૂરી છે. આ ત્રણનો સામનો કરવા માટે, પ્રમાણિક સંવાદ, વિશ્વાસ, સારા પડોશીઓ અને SCO ચાર્ટર પ્રત્યે પ્રતિબદ્ધતા જરૂરી છે.
બેઠક પહેલા વિદેશ મંત્રી પીએમ શાહબાઝને મળ્યા હતા
તેઓ બુધવારે સવારે 10.30 વાગ્યે ઈસ્લામાબાદના જિન્ના કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેમનું પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને ડેપ્યુટી પીએમ ઈશાક ડારે સ્વાગત કર્યું હતું.
એસસીઓની બેઠક બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થઈ છે. જેમાં SCOના વેપાર અને આર્થિક એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. 2:30 બેઠક પછી લંચ થશે. જયશંકર સાંજે 4 વાગ્યે પાકિસ્તાનથી ભારત જવા રવાના થશે.