વિશ્વની સૌથી મોટી AI ચિપ ઉત્પાદક કંપની Nvidia ના સીઈઓ જેન્સેન હુઆંગ હાલમાં એક ગંભીર વિવાદમાં ઘેરાયેલા છે. તેમના પર એક એવી મહિલા ઉદ્યોગપતિ સાથે અફેર હોવાનો આરોપ છે, જેને યુએસ ગુપ્તચર એજન્સીઓ ચીની જાસૂસ તરીકે શંકાની નજરે જુએ છે. આ સમગ્ર મામલે નવો ખુલાસો થયો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ સંબંધ વિશે અગાઉથી જ માહિતી હતી, છતાં જેન્સેન હુઆંગને તેમની ચીન યાત્રા દરમિયાન સાથે લઈ જવામાં આવ્યા હતા. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરમાં આ તમામ દાખલાઓ અને આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેમને આ અંગે તાજેતરમાં જ જાણ થઈ છે.
ટ્રમ્પને આની ખબર 6 મહિના પહેલા હતી
અમેરિકન મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે યુએસ સરકારના ઉચ્ચ સ્તરે આ મામલે અગાઉથી જ ગુપ્ત ચેતવણી આપવામાં આવી હતી. યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકને એક અત્યંત ગુપ્ત પત્ર મળ્યો હતો જેમાં એનવીડિયાના બોસના કથિત ચીની જાસૂસ એલિસ હુઆંગ સાથેના સંબંધો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મે ૨૦૨૬ માં જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એર ફોર્સ વન દ્વારા ચીનની મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પણ ટ્રમ્પને આ બાબતે રૂબરૂ જાણ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આમ છતાં, અલાસ્કામાં થયેલા સ્ટોપઓવર દરમિયાન જેન્સેન હુઆંગ રાષ્ટ્રપતિના કાફલા અને વ્યવસાયિક અધિકારીઓ સાથે વિમાનમાં જોડાયા હતા અને બેઇજિંગની મુસાફરી કરી હતી.
