મુલાકાત દરમિયાન માર્ર વોર્નરે જણાવ્યું હતું કે, વર્તમાન માહિતી એ ધારણાને સમર્થન આપતી નથી કે વોશિંગ્ટને એકલા તણાવનું નિરાકરણ કર્યું છે.
'અમેરિકાની ભૂમિકા અતિશયોક્તિપૂર્ણ'
યુએસ સેનેટર અને સેનેટ ઇન્ટેલિજન્સ કમિટીના ચેરમેન માર્ક વોર્નરે મે મહિનામાં 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારત અને પાકિસ્તાનને યુદ્ધમાં જતા અટકાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓનો પર્દાફાશ કર્યો છે. વોર્નરે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને ઓછો કરવામાં અમેરિકાની ભૂમિકા અતિશયોક્તિપૂર્ણ છે. બંને દેશોએ પોતાના દમ પર આ મુદ્દો ઉકેલ્યો હતો.
ટ્રમ્પની સીધી દખલગીરીના દાવા ફગાવાયા
માર્ક વોર્નરે સ્વીકાર્યું હતુ કે, અમેરિકાએ સહાયક ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હશે. પરંતુ તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીધી દખલગીરીના દાવાઓને ફગાવી દીધા. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ મુકાબલો બે પરમાણુ સશસ્ત્ર દેશોને મોટી આપત્તિની નજીક લાવ્યો છે. ત્યારે વોર્નરે કહ્યું કે, પરિસ્થિતિ ગંભીર છે પણ નવી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલા પણ આવા અનેક તણાવ રહ્યા છે.
માર્ક વોર્નરે વ્યક્ત કરી ચિંતા
ઇરાન પર યુએસ હુમલાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે, યુએસ લશ્કરી લડાકુ વિમાનોએ ખૂબ સારું કામ કર્યું, પરંતુ તેઓએ ઇરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરી નથી. તેહરાન થોડા મહિનામાં તેને ફરીથી બનાવી શકે છે. માર્ક વોર્નરે ચિંતા પણ વ્યક્ત કરી કે અમેરિકાની ભૂમિકાને અતિશયોક્તિ કરવાથી સાથી દેશો સાથેનો વિશ્વાસ ઓછો થઈ શકે છે. અન્ય વિદેશી બાબતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ટ્રમ્પ ઘણીવાર પરિણામોને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરે છે.
આ પણ વાંચોઃ Baramati Plane Crash News: પ્લેન ક્રેશની ઘટના માત્ર અકસ્માત છે, કોઇ ષડયંત્ર નથીઃ Sharad Pawar
