પાકિસ્તાનમાંથી ફરી એકવાર આતંકી સંગઠન સાથે જોડાયેલા એક શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર મૌલાના સલમાન અઝહરની બહાવલપુરમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને અજ્ઞાત વાહને ટક્કર મારી હતી, જેના કારણે તેની મોત થઈ હતી. જોકે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સ્વતંત્ર સ્તરે થઈ નથી.
અગાઉ અબ્દુલ અઝીઝ એસારનું પણ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું
આ પહેલા પણ ગયા વર્ષ જૂનમાં જૈશ-એ-મોહમ્મદના અન્ય ટોચના કમાન્ડર મૌલાના અબ્દુલ અઝીઝ એસારનું પણ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું. તે પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં મૃત હાલતમાં મળ્યો હતો. કેટલાક અહેવાલો મુજબ તેની મોત હાર્ટ એટેકથી થઈ હોવાનું જણાવાયું હતું, પરંતુ તેની મોતને લઈને પણ અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
