બલોચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના નાકમાં દમ કરી રાખ્યો છે. બલોચ આર્મી બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની સેના પર સતત હુમલાઓ કરી રહી છે. આ હુમલાઓમાં પાકિસ્તાનની સેનાના 50 જવાનો માર્યા ગયા છે અને ખુફિયા એજન્સીના 9 એજન્ટો માર્યા ગયા છે. આ સિવાય 51 જવાનો ઘાયલ થયા છે. બલોચ આર્મીએ દાવો કર્યો છે કે 9 જુલાઈથી 11 જુલાઈ સુધીમાં પાકિસ્તાનની સેનાના 84 ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. 


મળતી માહિતી પ્રમાણે બલોચ આર્મીએ પાકિસ્તાનની મિલિટ્રી ઈન્ટલિજન્ટ્સ અને આઈએસઆઈના 9 એજન્ટોને મારી નાખ્યા છે. બલોચ આર્મીએ આ ઓપરેશને બીએએમ નામ આપ્યું છે. મળતી માહિતી પ્રમાણે આર્મીએ 72 કલાકો સુધી ચાલેલા ઓપરેશનમાં ઘણા ખનીજ અને ગેસ ટેન્કરોને પણ નિશાન બનાવ્યા છે. આ સિવાય પાકિસ્તાનની સેનાએ બલોચ આર્મીના પાંચ ડ્રોન ધ્વસ્ત કર્યા હતા. બીએલએ અનુસાર તેણે લગભગ પાકિસ્તાની સેના પર 30 હુમલાઓ કર્યા છે. જેમાં 2 હુમલા પાકિસ્તાનની ખૂફિયા એજન્સી પર, 4 હુમલા પોલીસની ચેક પોસ્ટ પર અને 4 હુમલાઓ સેનાની ચેકપોસ્ટ પર કર્યા છે.  

પાકિસ્તાનની સેનાના હથિયાર લૂંટ્યા

આટલું જ નહીં બલોચ લડાકુએ આ દરમિયાન પાકિસ્તાનની સેનાના હથિયાર પણ લૂટી લીદા હતા જેમાં ઓટોમેટિક મશીન ગનનો પણ શામાવેશ થાય છે. બલોચ આર્મીએઆ આખુ ઓપરેશન કોલવા, બેલા, કચ્છી અને ઝાલાવાન ક્ષેત્રોમાં ચલાવ્યું હતું. બીએલએએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનની સરકાર અને સેના બલૂચિસ્તાનની સંપત્તિને લૂટી રહી છે. પાકિસ્તાનની સેના હવે બલોચના લોક પર વધુ અત્યાચાર કરી શકશે નહીં. આ પહેલા બલોચના હુમલામાં 18 પાકિસ્તાની સૌનિકોના મોત નિપજ્યા હતા. જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ બલોચ વિદ્રોહીઓએ બલૂચિસ્તાનમાં કામકાજ પુરું કરીને પાછા આવી રહેલા 6 મજૂરોનું અપહરણ કર્યું હતું. 



  • Follow us on: