મોલમાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા હતા. અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આગથી આસપાસમાં ફેલાયો ભય
પાકિસ્તાનના કરાંચીમાં ગુલ પ્લાઝા શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અધિકારીઓ અને રાહત એજન્સીઓએ તાત્કાલિક મોટા પાયે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કરાંચીના એમ.એ.જિન્ના રોડ પર આવેલા ગુલ પ્લાઝા મોલમાં આગ લાગી હતી. અને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો હતો.
આગ ઓલવવા પ્રયાસ
આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટર સતત પ્રયાસ કરી રહ્યા હતા. બહુમાળી ઇમારતના ઘણા ભાગો આગમાં લપેટાઈ ગયા હતા. જેના કારણે બચાવ કામગીરી વધુ પડકારજનક બની હતી. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવવા સાથે અંદર ફસાયેલા લોકોને સહી સલામત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
પોલીસ તપાસ શરુ
આગનું કારણ અકબંધ છે. આગ કેવી રીતે લાગી અને બેદરકારી કેટલી હદ સુધી હતી તે નક્કી કરવા માટે વહીવટીતંત્રે ઘટનાની તપાસ શરૂ કરી છે. મોલમાં થયેલા નુકસાનનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે, તપાસ પૂર્ણ થયા પછી જ આગનું ચોક્કસ કારણ બહાર આવશે.
આ પણ વાંચોઃ Erfan Soltaniની ફાંસી અંગે અમેરિકાનો હસ્તક્ષેપ, જાણો Donald Trumpએ શું કહ્યુ?













